International
સાબિત થયા ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગેલા આરોપો તો થઇ છે 136 વર્ષની સજામ લાગ્યા છે 34 ગંભીર આરોપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટારનું મોઢું બંધ રાખવા સહિત 34 ગંભીર આરોપો લાગ્યા છે. મંગળવારે મેનહટન કોર્ટમાં આ આરોપોની સુનાવણી થઈ હતી, જે દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ આગામી 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જાય.
સુનાવણી દરમિયાન કોર્ટે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તેઓ સોશિયલ મીડિયામાં એવું કંઈ ન બોલે જેનાથી તેમના સમર્થકોમાં વિરોધની લાગણી ઉગ્ર બને. કોર્ટે કહ્યું કે જો તે આમ કરે છે તો તેના પર જાહેરમાં કંઈપણ લખવા કે બોલવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.
કેટલી સજા થઈ શકે?
ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે કોર્ટમાં સુનાવણી બાદ કહ્યું કે આ કેસ ટ્રમ્પના 34 ખોટા નિવેદનોનો છે. જો કોર્ટ તમામ આરોપોમાં ટ્રમ્પને દોષિત માને છે તો તેમને 136 વર્ષની સજા થઈ શકે છે. કારણ કે તમામ ગુનાઓની સજા ઉમેર્યા બાદ આ આંકડો 136 વર્ષનો થઈ જાય છે.
શું છે આરોપો?
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા તેની સાથે રાત વિતાવ્યા બાદ તેનું મોં બંધ રાખવા માટે $1.3 મિલિયન ચૂકવ્યા હતા. આ સિવાય પ્લેબોયની પૂર્વ મોડલ કારેન મેકડોગલ પર નકારાત્મક રિપોર્ટ પ્રકાશિત ન કરવા બદલ 1.5 મિલિયન ડોલર ચૂકવવાનો આરોપ છે. આ સિવાય તેની સામે કુલ 34 આરોપો છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની પહેલીવાર ધરપકડ
ટ્રમ્પની મંગળવારે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિની ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. ટ્રમ્પ સરેન્ડર કરવા મેનહટન કોર્ટ પહોંચ્યા હતા.
સુનાવણી બાદ લગભગ અડધા કલાક સુધી ટ્રમ્પે ફ્લોરિડાના માર-એ-લાગો સ્થિત તેમના ઘરે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું, ‘હું નિર્દોષ છું. મારો ગુનો માત્ર એટલો જ છે કે જે લોકો દેશનો નાશ કરવા માગે છે તેમનાથી હું દેશની રક્ષા કરવા મક્કમ છું. અમે ઉચ્ચ સ્તરે ચૂંટણીમાં હસ્તક્ષેપ જોયો છે.