Connect with us

Chhota Udepur

કોતર ઉપર નાળુ ન બંધાતા કદવાલ પોલીસના કર્મચારીઓને ક્વોટર પર પહોંચવુ મુશ્કેલ

Published

on

It is difficult for the Kadwal police personnel to reach the quater as the canal is not built over the gorge

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે મુખ્ય પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ માટે નજીકમાં જ પોલીસ ક્વોટર બનાવવામાં આવી છે. જે છેલ્લા પાંચ વર્ષથી ગોકળગતીએ આ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પોલીસ ક્વોટરનાં મકાનો તૈયાર થઈ ગયા પોલીસ કર્મીઓને સોંપવામાં પણ આવ્યા છે અને તેમાં રહેવાનું પણ શરૂ કર્યું છે. ત્યારે કોતર ઉપર નાળું ન બનતા પોલીસ પરિવારને ક્વોટર પર જવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

પોલીસ પરિવારોએ હંગામી ધોરણે ઘરે પહોંચવા માટે સ્વ ખર્ચે માટીનું પુરાણ કરી ચાલ ચલાવ રસ્તો તો બનાવ્યો છે. પરંતુ મુખ્ય રસ્તે થી જઈ શકતા નથી અહીં નાળું બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે ૨૦૧૮માં નાળા માટે ૧૮ લાખની ગ્રાન્ટ મજૂર કરવામાં આવી હતી. પરંતુ ૧૮ લાખમાં કોન્ટ્રાક્ટરને પોસાતું ના હોય કોન્ટ્રાક્ટરે કામ રાખ્યા પછી નાળુ બનાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ૨૦૨૩માં આ નાળું બનાવવાની રકમ વધારી ૨૭ લાખ કરવામાં આવી પરંતુ હજી પણ કોન્ટ્રાક્ટરને પોસાતું નથી ત્યારે આ બાબતે જાગૃત જનતાના મનમાં એક સવાલ સળવળાટ કરી રહ્યો છે કે છોટાઉદેપુર જિલ્લામાં કોન્ટ્રાક્ટર એક જ છે? જો આ કોન્ટ્રાક્ટરને ના પોસાતું હોય તો અન્ય કોન્ટ્રાક્ટરનો વિકલ્પ નથી ?

It is difficult for the Kadwal police personnel to reach the quater as the canal is not built over the gorge

જેને નથી પોસાતું નથી એ જ કોન્ટ્રાક્ટરને વારંવાર નાળું બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ અપાય છે ? સરકારે આ બાબતે વિચારણા કરી જે તે સમયે જેટલા પણ કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હોય તે કોન્ટ્રાક્ટરોના ટેન્ડરની તપાસણી કરી તેના પાછળના કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક આપી દેવો જોઈએ અને ટેન્ડર ભર્યા બાદ સરકાર સાથે દગાબાજી કરતા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ કોન્ટ્રાક્ટરને પોસાતું નથી તેથી કોઈ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવા તૈયાર નથી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની રાજ રમતનો ભોગ કદવાલ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો બની રહ્યા છે તંત્ર દ્વારા આ કોતરની ફરીવાર માપણી કરી ટેન્ડર ની રકમ માં વધારો કરી આ ટેન્ડર ફરી બહાર પાડવામાં આવે તેવી પોલીસ પરિવારજનોની માગણી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગમાં નકલી કચેરીમાં ૪.૧૫ કરોડ ઉપરાંતના નકલી કામો થયા ત્યારે પોલીસ પરિવારની સુવિધા માટે અસલી નાળું બનાવવામાં સરકાર કેમ પાછી પાણી કરે છે પોલીસ પ્રજાનો મિત્ર છે તો પોલીસના મિત્ર કોણ ?????

Advertisement
error: Content is protected !!