Chhota Udepur
લોભીયા કોન્ટ્રાકટરને લાલચુ અધિકારીઓના કારણે કદવાલ પોલીસ ક્વોટર જવાનુ નાળુ બનતું નથી
છોટાઉદેપુર તાલુકાના કદવાલ પોલીસને રહેવા માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ક્વોટર બનાવી છે પરંતુ આ ક્વાર્ટર ઉપર પહોંચવા માટે જે રસ્તો આવેલો છે ત્યાં એક નાળુ છે આ નાળૂ બનાવવાનો ઇજારો લીધા બાદ ભાવમાં પોષાતું નથી તેમ કહી કોંટ્રાકક્ટરે હાથ અધર કરી ભાવ વધારવા માટે જાત જાતના નાટક કરે છે અને તેના આ નાટકમાં અધિકારીઓ પ્રેક્ષક બની તાળીઓ વગાડે છે પરંતુ કોન્ટ્રાક્ટરને બદલી આ ઇજારો અન્યને આપવા તૈયાર નથી. તંત્રના અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર આટલો વ્હાલો કેમ છે. પોલીસ કર્મચારીઓએ ક્વાર્ટરમાં જવા માટે હંગામી ધોરણે નાળુ બનાવ્યુ છે પરંતુ તે ક્યારે ધોવાઈ જાય તે નક્કી નહીં 2018માં આ નાળુ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે 18 લાખમાં કોન્ટ્રાક્ટ લીધો કામ શરૂ થાય તે પહેલા કોંટ્રાકક્ટરે નખરા શરૂ કરી દીધા કે 18 લાખમાં મને પોસાતુ નથી પોસાતુ ના હોય તો પહેલા કોંટ્રાક કેમ લીધો ??? રિસાયેલા કોન્ટ્રાક્ટર ને મનાવવા માટે તંત્રના અધિકારીઓએ રકમ વધારી 27 લાખ કર્યા તો પણ કોન્ટ્રાક્ટરને ૨૭ લાખમાં પોસાતુ નથી. તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઇલુ ચાલતું હોય તેમ રિસાયેલા કોન્ટ્રાક્ટરને મનાવવા તંત્ર રકમ વધારતું જાય છે 2018માં બહાર પડેલું ટેન્ડર 2024 પણ માં અધૂરું છે અને
કદવાલ પોલીસ કર્મચારીની સમસ્યા જેસે થે અવસ્થામાં છે નાળુ નાનુ છે બે પાઇપ નાખી હંગામી ધોરણે નાળુ બનાવ્યુ છે જો કોંટ્રાકક્ટર સારુ બનાવે તો વધારે માં વધારે ત્રણ કે પાંચ પાઇપ નાખવી પડે હાલમાં બેજ પાઇપમાં નાડુ સરખું થઈ ગયું છે સારામાં સારુ નાળૂ 20 લાખની અંદર બની જાય 27 લાખની રકમ આપવા છતાં કોન્ટ્રાક્ટરનો લોભ વધતો જાય છે સરકાર સાથે દગો કરનાર કોન્ટ્રાક્ટરને કેમ બ્લેકલિસ્ટ કરવામાં આવતો નથી જો જુના કોન્ટ્રાક્ટરને ન પોસાતુ હોય તો બીજાને કામ સોંપો પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલતી ટેન્ડર ટેન્ડરની રમતમાં પોલીસ કર્મચારીઓની બાય બાય ચારણી થાય છે પાવીજેતપુર તાલુકાના એક કોન્ટ્રાક્ટરને આ નાળા ના એસટીમેંટ બાબતે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે આ નાળુ હું ૨૦ લાખની અંદર સારામાં સારું બનાવી દઉં. અમને નાળુ બનાવવું તો પોસાય છે પરંતુ અધિકારીઓની ટકાવારી પોસાતી નથી. સોના કરતાં ઘડામણ બહુ મોંઘી પડેછે જો જવાબદાર અધિકારીઓ પોતાની ટકાવારી ભૂલી જાય તો 50 વર્ષની ગેરંટી સાથે 20 લાખની અંદર સારામાં સારુ નાળુ બનાવી આપું
* કદવાલ પોલીસ ક્વોટર જવા નાળુ 20 લાખની અંદર બની જાય જો અધિકારી ટકાવારી ભૂલી જાય તો.
(પ્રતિનિધિ કાજર બારીયા)