Gujarat

સફેદ કપાસનો કાળો કારોબાર ભાવ કોડીનો આપતા ખેડૂતોને રડવાનો વારો

Published

on

સુરેન્દ્ર શાહ દ્વારા

ગુજરાત ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું કુદરતનો માર ખેડૂતો સહન કરે, તંત્રનો માર ખેડૂતો સહન કરે, પાક સારો આવે તો ભાવ તળિયે જાય આ વર્ષે ટામેટા, લસણના અને હવે કપાસના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ ન્હાવાનો વારો આવ્યો છે આ વર્ષે કપાસનું વાવેતર પણ ખેડૂતો દ્વારા વધુ કરવામાં આવ્યું હતું. ખેતરો સફેદ કપાસથી ઉભરાયા હતા. ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ વર્ષે કપાસ નો ભાવ ઊંચો મળશે કારણ ગયા વર્ષે કપાસનો ભાવ એક મણ નો 2800 હતો. તે ભાવ આ વર્ષે 1100 થી 1500 રૂપિયા મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોશ વ્યાપ્યો છે ખરેખર સરકારે ખેડૂતોને માત્ર વોટ બેંક ન સમજીને ખેડૂતો પ્રત્યે કૂણું વલણ રાખવું જોઈએ ખેડૂતો દ્વારા મોંઘા ભાવના ખાતર દવાઓ વગેરે ખરીદી મજૂરીના પણ વધુ રૂપિયા આપી કપાસને વીણાવવા માં આવે છે.

Advertisement

ત્યારબાદ ખેડૂતો માર્કેટયાર્ડમાં કે બજારમાં વેચાણ કરવા જાય ત્યારે દર વખતે કપાસના ભાવનો કરદો કરવામાં આવે છે જે ખરેખર યોગ્ય નથી દર વખતે અને દર સિઝન માત્ર ખેડૂતો ઉપર જ કોરડા વિજવામાં આવે છે અને ખેડૂત તેનો માર સહન કરતા હોય છે છતાં પણ સરકાર દ્વારા ખેડૂતને કોઈપણ જાતની સહાય કરવામાં આવતી નથી કે સહકાર આપવામાં આવતો નથી હાલમાં માત્ર 1500 રૂપિયા મણ નો ભાવ મળે છે જે ખેડૂતોને પોસાતો નથી પરિણામે ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત શરૂઆતમાં કપાસનો ભાવ સારો હતો ત્યારે જિન માલિકો દ્વારા રોકડા રૂપિયા જોઈતા હોય તો એક ટકો કમિશન કપાશે કહી ખેડૂતોની શોષણ કરતા હતા આવા બધા અનેક પ્રસંગો બનવા છતાં પણ તંત્ર દ્વારા ખેડૂત માટે કોઈપણ પ્રકારની લાગણી બતાવવામાં આવતી નથી કે યોગ્ય વલણ લેવામાં આવતું નથી

  • ગયા વર્ષે કપાસનો ભાવ એક મણ નો 2800 હતો. તે ભાવ આ વર્ષે 1100 થી 1500 રૂપિયા મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોશ વ્યાપ્યો
  • કપાસનો ભાવ સારો હતો ત્યારે જિન માલિકો દ્વારા રોકડા રૂપિયા જોઈતા હોય તો એક ટકો કમિશન કપાશે કહી ખેડૂતોની શોષણ કરતા
  • ટામેટા લસણ બાદ હવે કપાસના ભાવ કોડીના

Trending

Exit mobile version