National
ITIના વિદ્યાર્થીઓએ 43 ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવી, લોખંડના ભંગારનો ઉપયોગ કર્યો
ઓડિશાના બેરહામપુરમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના વિદ્યાર્થીઓએ 43 ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવી છે. ખાસ વાત એ છે કે આ માટે વિદ્યાર્થીઓએ સ્ક્રેપ આયર્નનો ઉપયોગ કર્યો હતો. આ હોકી સ્ટિક ITI કેમ્પસના ઓપન-એર સ્ક્રેપ સ્કલ્પચર પાર્કમાં લગાવવામાં આવી છે. એટલું જ નહીં વિશાળ હોકી સ્ટીકને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવી છે.
બેરહામપુરના સાંસદ ચંદ્રશેખર સાહુએ તાજેતરમાં રાજ્યમાં ચાલી રહેલા મેન્સ હોકી વર્લ્ડ કપના પ્રસંગે ‘ગાર્બેજ ટુ વેલ્થ’ થીમ પર આધારિત શિલ્પનું ઉદ્ઘાટન કર્યું હતું.
આઈટીઆઈના આચાર્ય રજત પાણિગ્રહીએ જણાવ્યું હતું કે, ફિટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન અને પેઈન્ટર્સ સહિતના વિવિધ ટ્રેડના 400 વિદ્યાર્થીઓને ચાર ટનથી વધુ સ્ક્રેપ આયર્નનો ઉપયોગ કરવામાં લગભગ એક પખવાડિયાનો સમય લાગ્યો હતો.
સંસ્થાના વર્કશોપ અને શહેરના કેટલાક ગેરેજમાંથી ભંગાર એકત્ર કરવામાં આવ્યો હતો. સાહુએ કહ્યું કે વર્લ્ડ કપ પૂરો થયા પછી પણ આ શિલ્પ પેઢીઓને રાષ્ટ્રીય રમત રમવા માટે પ્રેરણા આપતું રહેશે.