Connect with us

Gujarat

જયપાલસિંહ રાઠોડની બુથ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી સીનિયર નેતાઓનો રથમાં બેસાડી વરઘોડો કાઢ્યો

Published

on

(ઘોઘંબા તા.૨૪)

સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના “સમરસ” ગામ ભીલોડ ખાતે ભારતીય જનતા પાટીઁ પંચમહાલ જીલ્લાના સંગઠન પર્વના ચૂંટણી અધિકારી કરસનભાઈ ગોંડલિયા ની  અધ્યક્ષતામાં “સમરસ” ગ્રામ પંચાયત ભિલોડ બુથ નંબર-૨૬૨ માં બુથ પ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડની સવાઁનુમતે  વરણી કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખઅશ્વિનભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપના સૌ હોદેદારો અને બુથ સમિતીના હોદ્દેદારો, પેજ પ્રમુખ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

Advertisement

બૂથ પ્રમુખ તરીકેની જવાબદારીને ને લઈ આટલા ઉત્સાહ સાથે ચૂંટણી અધિકારી કરસનભાઈ ગોંડલિયા તથા ભાજપ પ્રમુખને રથમાં બેસાડી વરઘોડો કાઢનાર યુવા નેતા જયપાલસિંહ રાઠોડ રથ ના સારથી બની રથ ને સારી રીતે સભા સ્થળે લઈ ગયા હતા. જયપાલસિંહ સારથી અને ભાજપ ના સિનિયર નેતાઓ સવાર થયેલા આ દ્રશ્ય જોઈને પ્રતીત થતુ હતું કે દેશ અને તાલુકાનું શુકાન આવા યુવાન અને ઉત્સાહી નેતાઓના  હાથ માં સોંપાઈ તો ભાજપની પ્રગતિ માં સો ગણો વધારો થાય યુવાઓજ આવતી કાલ ના ભાજપ નું ભવિષ્ય છે. ઘોઘંબા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ચર્ચા હતી કે સંગઠન પર્વ ની આટલી ભવ્ય ઉજવણી અને તે પણ ટૂંકાગાળા માં આટલી જનમેદની સાથે એતો જયપાલસિંહ રાઠોડ જ કરી શકે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!