Gujarat
જયદ્રથસિંહ પરમાર 128 – હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી

આપણાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌ મારા આત્મિય પ્રજાજનો માટે હર્ષ અને લાગણીની અનુભૂતિ કરું છું. આપણો દેશ એ દેવોની ભૂમિ છે. અહીં સંતો, મહંતો અને અનેક મહાપુરુષોએ જન્મ લીધો છે. આપણી આ માતૃભૂમિના કણ કણમાં વીર પુરુષો, સંતો અને મહાપુરુષોની અનેક ગાથાઓ સમાયેલી છે. આપણો ભારત દેશ ભૌગોલિક અને કુદરતી સમૃદ્ધિ ધરાવતો દેશ છે. સાથે સાથે માતૃભૂમિના રજેરજમાં આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો પણ અનોખો સમન્વય જોવા મળે છે. આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મા ભારતીને પણ કોટી કોટી પ્રણામ કરું છું. અને આ માં ભારતીની રક્ષા કરનાર મારા તમામ ભાઈ- બહેનો અને વ્હાલા સૌ નાગરિકો તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામને અભિનંદન આપું છુ. આપ સર્વેનું જીવન તંદુરસ્તમય, ખુશીઓથી ભરેલું અને સતત પ્રગતિશીલ બન્યુ રહે તે માટે આપ સૌને 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતાકી જય. વંદે માતરમ…..