Chhota Udepur
જેતપુરપાવી ના ધારાસભ્ય જયંતી રાઠવાએ રાયસા ગામને દત્તક લઈ અનોખી પહેલ કરી
(પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસા ગામને જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રમાં રોડ- રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, આંગણવાડી, શાળા જેવી પ્રાથમિક ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ગામને દત્તક લેવામાં આવે છે. જેથી ગ્રામીણ લોકો માટે સુખ-સુવિધા વધે, માનવ સુચકાંક ઉંચો લઈ જવા માટે આ કવાયત હાથ ધરવામાં આવે છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓનો ઉપયોગ કરીને તથા ખૂટતી કડી તરીકે ફંડ ફાળવીને ગ્રામ વિકાસને એક પ્રગતિના પથ પર લઈ જવા માટે ગામને દત્તક લેવામાં આવે છે.
કોઈ એક સુશીક્ષિત વ્યક્તિ જો સાચા દિલથી પ્રયત્ન કરે તો પ્રાથમિક શિક્ષણ માં કેવું ગુણાત્મક પરિવર્તન આવી શકે છે તેનું ઉદાહરણ જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂરું પાડ્યું છે. તેઓએ છેવાડાના વિસ્તારમાં આવેલ કવાંટ તાલુકાનું રાયસા ગામને આદર્શ ગામ તરીકે દત્તક લઈ આજરોજ રાયસા પ્રાથમિક શાળા ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. રાયસા ગામની પ્રાથમિક શાળા ખાતે નાના બાળકોને ઉત્તકર્ષ કરવા માટે જીવન જરૂરિયાત વસ્તુ સાબુ, શેમ્પુ, બોલ પેન, નોટબુક, નિલ કટર જેવી વસ્તુઓ આપી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ એક અનોખું અભિયાન ઉપાડ્યું છે. તેઓ પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી કડી પુરવા માટે તત્પર છે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા આ શાળા દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. શાળાના બાળકોમાં ઘણા ઉત્સાહ જોવા મળ્યો છે. તેમજ આ બાળકોની સ્મરણશક્તિ અને ગ્રહનશક્તિ ખૂબ સારી છે. તેથી આ અભિયાનથી તેમનો સંવાર્ગી વિકાસ થશે અને દેશના સારા નાગરિક બનશે તેમ જણાવ્યું હતું
ધારાસભ્યની રાયસા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ રાઠવા તેમજ શાળાના આચાર્ય તેમજ ગામના માજી સરપંચ જતનભાઈ તેમજ ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા