Chhota Udepur
દીપડા ના શિકારનો ભોગ બનેલ બાળક ના પરિવાર ને જયંતિભાઈ રાઠવાએ પાંચ લાખનો ચેક આપ્યો

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદપુર ના બોડેલી તાલુકામાં મુલધર ગામની સીમમાં આદમખોર દીપડાએ આંતક મચાવતા હુમલામાં મૃત્યુ પામેલા દોઢ વર્ષના બાળકના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
છેલ્લા એક અઠવડિયાનાં સમય ગાળામાં બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવાં અલગ-અલગ ગામોમાં આદમખોર માનવ ભક્ષી દીપડા દ્વારા અનેક વખત ઢોર- ઢાખર ઉપર દિપડા એ હુમલાઓ કર્યા હતા.જેને પગલે સ્થાનિક ગ્રામ્યજનો ચિંતાગ્રસ્ત રહેતાં હતાં. પાંચ દિવસ અગાઉ માનવ ભક્ષી દીપડાએ એક દોઢ વર્ષનાં બાળકનો શિકાર કરતા બાળક નું ઘટના સ્થળે મોત થયું હતું.
તેના અનુસંધાને જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારોની મુલાકાત લઇ સંવેદનાવ્યક્ત કરી હતી. આ ઉપરાંત, મૂલધર ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પૂર્વ ભાજપા જિલ્લા સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સભ્ય સંજયભાઈ રાઠવા દ્વારા તેમજ છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ,વનસંરક્ષકો તેમજ આજુબાજુના ગ્રામજનો ની ઉપસ્થિતીમાં જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ ગામના અગ્રણીઓ સાથે મળી મૃત્યુ પામેલ બાળક ના પરિવાર ને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો