Gujarat
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે.બી. વોટસનના જન્મ દિવસની ઉજવણી કરાઈ

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક જે.બી. વોટ્સનનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કૉલેજના પ્રિન્સિપાલ અભય પરમાર, ધર્માધિકારી નંદાજી એ હાજર રહી કાર્યક્રમ સફળ બને તેવી શુભેચ્છાઓ આપી હતી. ડૉ. ડી.ડી.વસાવા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું ડૉ.હિતેશભાઈ વાઢિયાએ પ્રારંભિક રૂપરેખા આપી હતી. ડૉ. મુકેશ ભટ્ટ દ્વાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વક્તવ્ય આપવમાં આવેલ હતું.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)