Chhota Udepur
લોકોને ઠોકર ખવડાવતો જેતપુરપાવી મામલતદાર કચેરીના પગથિયાંનો તૂટેલો પથ્થર મરામત માંગે છે
(કાજર બારીયા દ્વારા)
પાવીજેતપુર તાલુકના સેવા સદનમાં એન્ટ્રી માં જ પગથીયાનો મારબલ લગભગ પાંચ ફૂટની સાઈઝનો ઉખડી ગયેલ છે. જે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છે જે સમગ્ર કચેરીની આબરૂ ઘટાડી રહ્યો છે આ તૂટેલા પત્થરની ઠોકરથી કેટલાય લોકો પડી ગયા છે કેટલાય લાભાર્થીઓને ઠોકર ખવડાવી ચૂકેલા પત્થરને આવતા જતાં અઘિકારીઓ અને કમૅચારીઓ નજર અંદાજ કરીને પસાર થઈ જતાં જોવા મળી રહ્યા છે. જો કોઈ અધિકારીકે કર્મચારીને આ પત્થરની ઠોકર વાગશે ત્યારેજ તેમણે સમાજમાં આવશે કે આ પત્થર કેટલો જોખમી છે આ પગથિયાં ને તાત્કાલીક મરામત કરવામાં નહિ આવે તો ધીરે ધીરે વધારે નુકશાન થવાની સંભાવનાઓ છે. જેથી સરકરી કચેરીની બહાર દેખાતા પથ્થર ને ફરીથી ફિટીગ કરવમાં આવે તે જરૂરી છે.