Gujarat
ઘોઘંબા તાલુકાની જીવાદોરી એટલે GFL કંપની રાખેછે લોકોની સંભાળ
(અવધ એક્સપ્રેસ દ્વારા)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનાં રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલસ લિમિટેડ કંપની આવેલી છે. છેલ્લા 35 વર્ષથી આ કંપની અહિયાં કાર્યરત છે. અને આ કંપની દ્વારા આજુબાજુના ગામના સેંકડો યુવાનોને કંપનીમાં રોજગારી આપવામાં આવે છે. જેના કારણે તેમના જિવનનિર્વાહમાં કંપની ખુબજ મદદરૂપ થઈ રહી છે જેથી કરીને આજુબાજુના ગામના લોકોનું જીવનસ્તર ઊંચું આવેલું છે.
આ ઉપરાંત કંપની દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્ય તેમના સીએસઆર પ્રવૃતિ અંતર્ગત થયેલા છે. જેમકે રણજીતનગરગામમાં સ્કિલ ડેવલપમેંટ સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં 300 થી વધારે બહેનોએ સીવણકામની તાલીમ મેળવી છે. અને આ કૌશલ્ય દ્વારા તેઓ ઘરે બેઠા કમાણી કરી શકે છે અને તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે.
તેમજ રણજીતનગર ગામમાં રણજીતનગર હેંડીક્રાફ્ટ સેન્ટર સીએસઆર પ્રોજેકટ અંતર્ગત ચલાવવામાં આવે છે. તેમાં 90 જેટલી બહેનો હેંડીક્રાફ્ટના ઉત્પાદનો તૈયાર કરે છે. અને તેના દ્વારા તેઓ રોજગારી મેળવે છે. આવા ઉત્પાદનો જેવાકે જૂટબેગ, મિણબત્તી, લીપણ આર્ટ, રેઝીન આર્ટ, રાખી, દીવા, તોરણ વગેરે બનાવે છે. આ પ્રવૃતિ થકી રણજીતનગર અને તેની આજુબાજુના ગામની બહેનોને સારી આવક મળી રહે છે. જે તેમના કુટુંબના જીવનનિર્વાહ માટે , બાળકોના શીક્ષણ માટે અને સામાજિક પ્રસંગો ની ઉજવણી માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
સીએસઆર કાર્યો અંતર્ગત કંપની દ્વારા કૃષિ નિષ્ણાંતોને બોલાવી આજુબાજુના ગામોના ખેડૂતોને આદર્શ ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે વર્મી કંપોસ્ટ, જીવામૃત, પંચામૃત જેવી છાણ અને ગૌમુત્ર દ્વારા બનતી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ બનાવવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તાર ના ખેડૂતો જાતે પ્રાકૃતિક ખાતર તૈયાર કરી આ ખાતર પાક માં છાંટી વધુ ઉપજ મેળવે છે જેના કારણે અહીનો ખેડૂત વધારે પાક પકવી મબલખ નાણાં કમાય છે
જી.એફ.એલ કંપની દ્વારા પશુપાલન સંભાળ અને આરોગ્ય હેતુથી નિષ્ણાંત વેટરનરી ડોક્ટર દ્વારા નિયમિત મુલાકાત કરવામાં આવે છે. અને નિયમિત ઘરે ઘરે વિઝિટ કરવામાં આવે છે. અને પશુઓને નિયમિત દવાઑ અને નિશુલ્ક સારવાર પુરીપાડવામાં આવે છે. આનાથી પશુઓના આરોગ્યમાં સુધારો થયો છે. અને પશુપાલકોની આવકમાં વધારો થયો છે.
આ ઉપરાંત કંપની દ્વારા આજુબાજુના ચાર ગામોમાં મેડિકલ હેલ્થ યુનિટ ની વાન જેમાં 1 ડોક્ટર, 1 ફાર્મસીસ્ટ અને 1 સામાજિક કાર્યકર હોય છે. જે ગામોમાં જઈને તદન નિ:શુલ્ક ભાવે લોકોને તપાસ સારવાર અને દવાઓ પૂરી પાડે છે.
જીએફએલ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે છેલ્લા ચારવર્ષથી દરવર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આજદિન સુધી કંપની દ્વારા 7500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.
નાથકુવા ગામમાં કંપની દ્વારા ચેકડેમનું બાંધકામ કરવામાં આવેલ છે. જેનાલીધે આજુબાજુના ગામના કૂવાના સ્તર ઊંચા આવેલ છે. પરિણામે એકવર્ષમાં એક પાકને બદલે 2 પાક લઈ શકે છે. અને તેમની આવકમાં વૃધ્ધિ થઈ છે.
જીએફએલ દ્વારા શાળાના બાળકોને મફત પુસ્તકો, શિક્ષકો આપવામાં આવ્યા છે. શાળામાં વિવિધસ્પર્ધાઓ તેમજ વિવિધ દિવસો ની ઉજવણી નું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે શાળાના બાળકોનું શિક્ષણ નું સ્તર ઊંચું આવ્યું છે.
આજુબાજુના ગામો અને લોકો સાથે સુમેળભર્યા સંબંધો રહે અને બંને બાજુ પારદર્શિતા રહે તે માટે કંપની દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે છે. જેમાં દર મહિને સ્ટેકહોલ્ડર મિટિંગ કરવામાં આવે છે. અને પર્યાવરણના સલામતી વિશે વિવિધ સંવાદનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામ રૂપે આજુબાજુના ગામના લોકો કંપની ના ઓપરેશન અને કાર્યપધ્ધતિથી હંમેશા વાકેફ રહે છે.