aanad
આણંદ આર્ટ્સ કોલેજ ના IQAC તથા પ્લેસમેન્ટ વિભાગ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન
(અવધ એક્સપ્રેસ આણંદ)
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ આણંદ ના IQAC વિભાગ તથા કોલેજના પ્લેસમેન્ટ વિભાગ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે પ્રિન્સિપાલ ડૉ.મનોજભાઈ પટેલના માર્ગદર્શન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર ભરતી મેળામાં આદિત્ય બિરલા ગ્રુપની પેટા કંપની સ્વતંત્ર માઇક્રોફાઇન પ્રાઇવેટ લિમિટેડ અને શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ જેવી મુખ્ય કંપનીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની દિશા સોલંકી દ્વારા પ્રાર્થના રજૂ કરીને કરવામાં આવી હતી. કોલેજના પ્લેસમેન્ટ વિભાગના કન્વીનર સુભાષ વીરોલાએ પ્લેસમેન્ટ વિભાગની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.પ્રેમચંદ કોરાલીએ વિદ્યાર્થીઓને આવી કંપનીઓમાં રોજગારીની તક ઝડપી લેવા અને તેના દ્વારા પોતાનું અને પોતાના પરીવાર નું સારું ભવિષ્ય બનાવવાનું આહવાન કર્યું હતું. ડો. મુકેશભાઈ જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અરવિદભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્વતંત્ર માઇક્રો ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે સના વારસી તેમજ શ્રીરામ ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે રાજેશ પાટીલ અને અમિતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને કંપની વિશે અને રોજગાર માટે જરૂરી લાયકાતો વિશે માહિતી પૂરી પાડી હતી. કંપનીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. તેમજ ઇન્ટરવ્યૂ આપેલા વિદ્યાર્થીઓમાંથી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આગળની કાર્યવાહી માટે પસંદ કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા અને કોલેજમાંથી અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.