Gujarat
અચુક મતદાન કરો તેવા સંદેશ સાથે પત્રકારોએ ખાસ કર્મચારી તરીકે બેલેટથી કર્યું મતદાન
લોકસભાની ચૂંટણીમાં દેશમાં પહેલવહેલીવાર પત્રકાર માટે બેલેટ પેપરથી મતદાન માટે ખાસ જાહેરાત ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. પત્રકાર વ્યવસાયને ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવી છે. આ ખાસ જરૂરિયાત હેઠળ આણંદ જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ઘનશ્યામ પટેલ (પીપળી) અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિ મેહુલ પરમાર (રાસ) ધ્વારા બેલેટ પેપરથી મતદાન માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના ચુંટણી તંત્ર દ્વારા બન્ને પત્રકારને બેલેટ પેપરથી મતદાન માટે મંજૂરી આપીને બેલેટ પેપરની બોરસદ વિધાનસભાના ખાસ મતદાન કેન્દ્ર ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી.
આજે બન્ને પત્રકાર ઘનશ્યામ પટેલ અને મેહુલ પરમાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન બાદ તેઓએ લોકસભાની ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી