Gujarat
નવસારી દુઘિયા તળાવ પાસે ભારતીય પત્રકાર સંઘ(AIJ) દ્વારા પત્રકારોનું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી દુધિયા તળાવ ખાતે ભારતીય પત્રકાર સંઘ(AIJ) દ્વારા પત્રકારો નું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ ના મુખ્ય આયોજક તરીકે ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રમ સેન, ગુજરાત રાજ્ય પ્રમુખ હનીફભાઈ ચોથિયા, ગુજરાત પ્રભારી રમજાન મન્સૂરી, ગુજરાત મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત પ્રમુખ ઇમરાન કરોડીયા હાજર રહ્યા હતા આ સમારોહમાં ગુજરાતના તમામ રાજ્યો અને જિલ્લાઓમાંથી પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
આ તમામ પત્રકાર મિત્રોનું સન્માન પત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરી પત્રકાર મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા આ સન્માન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.