Connect with us

Gujarat

JSW MG મોટર ઇન્ડિયા, અધતન વાહન ટેકનોલોજી માં વિદ્યાર્થીઓને ઉચ્ચ ટેકનિકલ કૌશલ્ય આપવા માટે SVIT ને MG હેક્ટરની ભેટ

Published

on

JSW MG મોટર ઇન્ડિયા એ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVIT વાસદને MG હેક્ટર ભારતની પ્રથમ ઇન્ટરનેટ SUV ભેટ કરી, ટેકનિકલ શિક્ષણ, સ્કીલ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ભરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. MG Nurture  પ્રોગ્રામ હેઠળ MG Nurture એ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળ દરમિયાન સશક્ત બનાવવા માટે અને ભારતમાં ઔદ્યોગિક શૈક્ષણિક તફાવત ને દૂર કરવા માટે રચાયેલા એક વ્યાપક કાર્યક્રમ છે. જે અંતર્ગત MG મોટર્સ દ્વારા 400 થી પણ વધુ યુનિવર્સિટી- કોલેજો સાથે MoU કરીને કરેલ છે. પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીઝમાં થતા સતત વિકાસની સાથે વિદ્યાર્થીઓ ટેકનિકલ કૌશલ્ય સાથે અપગ્રેડ કરવાનું છે. આ માટે 135 કલાકનો ટ્રેન ધ  ટ્રેનર કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિકલ વાહનો, સ્વાયત ડ્રાઇવિંગ અને કનેકટેડ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યવહારો અનુભવ મેળવે છે. સાથે સાથે ટેકનિકલ ઇન્સ્ટિટયૂટને પણ ટેકનોલોજી સાધન સામગ્રી અને સ્ટાફને પણ અપગ્રેડ કરવામાં એમ.જી મોટર મદદ કરે છે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ,  સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી પી સોની તરફથી સર્વેને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

MG Nurture વિશે જણાવતા યશવિન્દ્રર પટિયાલ (વરિષ્ઠ નિયામક- માનવ સંસાધન JSW MG મોટર્સ ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે “અમારી MG Nurture પહેલ એ આવનારી પેઢીના કૌશલ્યોને સંવર્ધન કરવા માટે તેમના માટે જ્ઞાનનો મજબૂત પાયો બનાવવા અને તેમના ઉચ્ચ ભવિષ્ય ઉજવળ ભવિષ્ય બનાવવા માટે એક અર્થપૂર્ણ પગલું છે ઓટોમેટીક ઉદ્યોગ માટે તૈયાર છે દેશભરની સંસ્થાઓ સાથેના અમારા શૈક્ષણિક જોડાણ દ્વારા અને વિદ્યાર્થીઓને તરબોળ શિક્ષણ ના અનુભવો પ્રદાન કરવા માટે રચાયેલી વૈકલ્પિક અમારી ઓફર કરીને એક ભવિષ્ય માટે તૈયાર ઇકો સિસ્ટમ વિકસાવવામાં મદદ કરીએ છીએ.”

આ પ્રસંગે SVIT વાસદના ચેરમેન રોનક પટેલ જણાવ્યું હતું કે “JSW MG મોટર્સ ઇન્ડિયા સાથેના MoU અમારા વિદ્યાર્થીઓ અને સૌથી વધુ સુસંગત અને વ્યવહારો શિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. MG હેક્ટર અમારા વિદ્યાર્થીઓને શીખવવા અને નવીનતા પ્રાપ્ત કરવામાં, બીજાઓથી વધુ આધુનિક ટેકનોલોજીના જ્ઞાન પ્રાપ્ત કરવાના માં અમૂલ્ય પુરવાર થશે. આ MoU વિદ્યાર્થીઓને અભ્યાસની તકો પૂરી પાડશે, વાહન ઘટકોની જટિલતાઓ, કારના આર્કિટેક્ચર અને સિસ્ટમનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ તેમની સિદ્ધાંતિક સમજ ને પૂરક બનાવીને મૂલ્યવાન વ્યવહારુ જ્ઞાન મેળવશે. ક્રમશઃ વાહનની રિવર્સ એન્જિનિયરિંગ તેના વિવિધ ઘટકોની ઊંડાણ પૂર્વક શોધ કરવાની મંજૂરી આપશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક મોબિલિટી માં પ્રગતિ અને શક્તિશાળી ભાગીદારી દ્વારા નવીનતા અને ટકાઉભાવી બનાવવા માટે તૈયાર વિજનને દર્શાવે છે જ્યાં અધતન ટેકનોલોજી વિવિધ શિક્ષણની તકો પૂરી કરે છે.

Advertisement

 

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!