Gujarat
રાજગઢ ખાતે સૂફી સંત સૈયદ ઉસ્માનમીયાં બાવાના ઉર્ષની ઉલ્લાસભેર ઉજવણી
( અવધ એક્સપ્રેસ દ્વારા ઘોઘંબા)
ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ખાતે કોમી એકતાના પ્રતીક એવા સૂફી સંત ઓલાદે કુતબે રબ્બાની સૈયદ સરકાર ઉસ્માનમિયાં કારંટવીના છઠ્ઠા ઉર્ષ ની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રામજનોએ વિવિધ સેવાકીય કાર્યો કર્યા હતા
આજ રોજ સૈયદ ઉસ્માનમીયા બાવાના ઉર્ષની ઉજવણી સાથે ઔલાદે ગૌષે આઝમ શહેઝાદાએ અઝીમેં મિલ્લત સૈયદ પીરે તરિકત સરકાર મોઇને મિલ્લત ના ખીરાજે અંકિદત (શ્રધ્ધાંજલિ) ના સ્વરૂપે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વડોદરા ની SSG બ્લડ બેન્ક દ્વારા બ્લર્ડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં 39 જેટલા યુનિટ નુ રક્તદાન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતુ
વધુમા રાજગઢ ગામમાં દર વર્ષ ની જેમ હિન્દુ – મુસ્લિમ સમાજ ના લોકો સરકાર સૈયદ ઉસ્માન મીયાં બાવાના આસ્તાના પર માનતાઓ લઈ ને આવેછે વાર્ષિક ઉર્ષ દરમિયાન અહિયાં લોકસેવાના કર્યો કરવામાં આવેછે તેમજ દર વર્ષ ની જેમ મુસ્લિમ ધર્મના રીતી રિવાજ મુજબ બાળકો ના ખત્ના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું અને જેમાં 39 જેટલા બાળકોની ખત્ના કરવામાં આવી હતી.
આજરોજ ઉર્ષ નિમિતે રાત્રે.09.30 કલાકે શાનદાર તકરીરના પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યું.પી ના સૂફી સંત સૈયદ પીર અબુબક્કર શિબ્લી મીયાં અશરફીઉલ જીલાની તેમજ ઇસ્લામ ધર્મ ના અનેક મોટા ધર્મ ગુરુઓ તકરીરી પોગ્રામમાં ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે મહાપ્રસાદી નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ સૈયદ ઉસ્માનમિયાં કારંટવી હયાત હતા ત્યારે ઘોઘંબા પંથક માથી તેમની પાસે દરેક ધર્મ ના લોકો પોતાની તકલીફ લઈને આવતા હતા. સૈયદ ઉસ્માનમિયાં બાવા ધર્મ કે નાતજાત ના ભેદભાવ વગર તમામ ના દુખ દર્દ દૂર કરતાં હતા