Surat
સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં જૂનાગઢનો શિક્ષક ઝડપાયો

સુનિલ ગાંજાવાલા
સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં શિક્ષકની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરત વિદ્યુત સહાયક કૌભાંડમાં જૂનાગઢના બાંટવાની સરકારી શાળાના શિક્ષક નારણ મારુની ધરપકડ કરી હતી. ફરિયાદમા જણાવ્યા અનુસાર, નારણ મારુ કૌભાંડ માટે ઉમેદવારો શોધી લાવવાનું કામ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે એજન્ટ બનેલા જૂનાગઢના સરકારી શિક્ષક નારણ મારુને ઝડપી લીધો હતો.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાંટવાની સરકારી સ્કૂલના શિક્ષક નારણભાઇ મારુએ વડોદરાના સરકારી શાળાના શિક્ષક મિતેશ ઉર્ફે લાલો મારફતે પરીક્ષાર્થીઓ શોધી આપ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાત રાજ્યની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી માટેની વર્ષ 2020 અને 2021 માં લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં અગાઉથી ગોઠવણ કરી ઉમેદવારને પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાકોટ,અરવલ્લીના પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ, એજન્ટ સહિત 12 થી વધુ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.