Chhota Udepur
પાવીજેતપુર તાલુકામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : ૩૫ ટકા જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર તાલુકામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થવા પામી છે. ૩૫ % જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર હાઈસ્કૂલમાં બે યુનિટ તેમજ ભેંસાવહી હાઈસ્કૂલમાં એક યુનિટ ની જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની ફાળવણી કરવામાં આવી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થાય તે માટે તંત્ર છેલ્લા અઠવાડિયાથી સજજ થઈ ગયું હતું. છેલ્લા બે દિવસ ક્લાસ વન અધિકારીઓની ટીમો બંને સેન્ટરો ઉપર પહોંચી તપાસ કરી હતી. સીસીટીવી કેમેરાથી લઈ દરેકે દરેક વસ્તુની જીણવટ પૂર્વક તપાસ કરી લેવામાં આવી હતી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બંને કેન્દ્રો ઉપર સુપરવાઇઝરોને સવારે ૯ વાગ્યાના જ બોલાબી લેવામાં આવ્યા હતા જ્યારે ઉમેદવારોને ૧૧ વાગે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ આપતા સમયે ઉમેદવારો પાસેની દરેક સાધન સામગ્રીને બહાર મુકાવી દેવામાં આવી હતી તેમજ બુટ, મોજા, ચપ્પલ બધું જ બહાર કાઢી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે દૂર દૂર જિલ્લાઓમાંથી પરીક્ષાર્થીઓના નંબર પાવીજેતપુર તેમજ ભેન્સાવહી વહીસ્કૂલના સેન્ટરો ઉપર ફાળવવામાં આવ્યા હોવાના કારણે પરીક્ષાર્થીઓ ૩૫% જેટલા જ હાજર રહ્યા હતા. ઉમેદવારો તાપી જિલ્લા, નર્મદા જિલ્લા, પંચમહાલ જિલ્લા, દાહોદ જિલ્લા વગેરે દુર દુર જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા. ભેંસાવહી સેન્ટરના સંચાલક દિનેશભાઈ કોલીએ જણાવ્યું હતું કે ૪૮૦ પરીક્ષાર્થીઓ માંથી ૨૭૮ જ પરીક્ષાાર્થીઓ હાજર રહેતા ૩૫ ટકા જેટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પાવીજેતપુર સેન્ટર ઉપર પણ ૩૫ ટકા જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આમ, પાવીજેતપુર તાલુકામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ના બે કેન્દ્રો હતા. જેમાં ૩૫% જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી હતી.