Surat
ધૂમસ્ટાઈલથી મોબાઈલ સ્નેચિંગ કરનારને દબંગ સ્ટાઈલ માં પકડતી કડોદરા પોલીસ

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં કડોદરા GIDC પોલીસે મોબાઈલ સ્નેચીગના આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી ચોરીના 10 મોબાઈલ અને એક બાઈક પણ કબજે કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના હાથમાંથી ચીલ ઝડપે બાઈક પર આવતા ઈસમો મોબાઈલ સ્નેચીગ કરીને ધૂમસ્ટાઈલમાં ફરાર થઇ જતા હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે સુરત કડોદરા જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીગના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ગ્રામ્યની કડોદરા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે હરીપુરા પાટિયા રોડ પાસેથી આરોપી રવિ અરવિદભાઈ દરબારને ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની પાસેથી ચોરીના 10 મોબાઈલ ફોન તેમજ એક બાઈક કબજે કરી હતી, તેમજ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.પોલીસે તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેના મિત્રો સાથે મળી કીમ પીપોદરા કામરેજ હરીપુરા વરેલી વિસ્તારમાં ચાલતા જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝુટવી નાસી જતા હતા. આ ઘટનામાં પોલીસે જગદીશ ઉર્ફે ઢગો સંજયભાઈ ઉર્ફે મનોજ રામ [પવાર] અને જગદીશના મિત્રને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.