Connect with us

Chhota Udepur

કદવાલ પોલીસ કતલખાને લઈ જવાતી ૧૬ ભેંસોને યમરાજના મોમાં થી પાછી લાવ્યા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં ગૌવંશ તથા અન્ય પશુઓને કતલ માટે લઇ જવાની પ્રવૃતિમાં વધારો થતાં પોલીસ સક્રિય બની છે. ત્યારે આજરોજ જેતપુરપાવી તાલુકાના સુખીડેમ નજીક ધનપુર પાસે કદવાલ પોલીસે કતલખાને લઇ જવાતી ૧૬ ભેંસો ભરી જતી આઇસર ટ્રકને ઝડપી પાડી તમામ ભેંસને બચાવી હતી.

કદવાલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ડુંગરવાંટ સુખી ડેમ તરફથી આઇસર ટ્રક નં – જીજે-૨૭-એક્ષ-૭૫૬૬ માં ભેંસો ભરીને બાર ગામ તરફ આવતી હોવાની હકીકત આધારે પી.એસ.આઇ કે.કે.પરમાર તથા તેમની ટીમે ધનપુર ગામે વળાંક નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની આઇસર ટ્રક આવતાં ચાલાકે પોલીસની ગાડી જોઈ દુરથી આઈસર ટ્રક ઉભી રાખી ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ ધનપુરના જંગલમાં નાસી છૂટ્યા હતાં પોલીસે આઈસર ટ્રકના ડાલામાં તપાસ કરતા ૧૬ ભેંસો ખીચો ખીંચતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી ઘાસચારા અને પાણી વગર તેમજ કોઈ આધાર પુરાવા વગર ભેંસોની કતલ કરવાના ઈરાદાથી લઈ જવામાં આવી રહી હોવાની પાકી ખાતરી થતાં ૧૬ ભેંસો તથા આઇસર ટ્રકનો પોલીસે કબ્જો મેળવ્યો હતો. જેમાં ૧૬ નંગ ભેંસોની કિંમત રૂપિયા ૩,૨૦,૦૦૦ તથા આઈસર ટ્રકની કિંમત રૂપિયા ૫,૦૦૦૦૦ કુલ મળી રૂપિયા ૮,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલાક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કદવાલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ભરવાડની ટીમે ભેંસોને છોડાવી વડોદરા પાંજરાપોળમાં મોકલી આપી હતી.

Advertisement

સારી કામગીરી કરનાર અધિકારી

(૧) પી.એસ.આઇ.કે.કે.પરમાર (૨) હે.કો. કાળુભાઈ ભરવાડ (૩) એ.એસ.આઈ. ચંદુભાઈ રાઠવા (૪)પો.કો. વિજયભાઈ (૫) પો.કો. દિલીપભાઈ રાઠવા (૬) પો.કો.કમલેશભાઈ રાઠવા (૭) પો.કો.રમેશભાઈ રાઠવા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!