Chhota Udepur

કદવાલ પોલીસે દારૂ પીનારાઓને પકડ્યા!દારૂ વેચનારા લાપતા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન તેમજ બેફામ બનેલા વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કદવાલ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે

Advertisement

જે અંતર્ગત પાની માઇન્સ ચોકડી તરફથી આવતા કદવાલ પોલીસ સ્ટેશન આગળ પાની મહુડી ખાતે રહેતાં પૃથ્વીરાજ વિઠ્ઠલભાઇ રાઠવા, સેલવા ગામે રહેતાં મહીપતસિંહ જેનસિંહ પરમા વડોથના અસરફભાઈ ઇસ્માઇલભાઈ, ચુલી ગામના ઈગ્નેશભાઈ રમેશભાઈ, ઝરી ગામે રહેતા રાજુભાઇ માનીયાભાઇ રાઠવા કદવાલ પોલીસે નશાખોરી કરનારા, ટ્રાફિક નિયોમુનુ ઉલંઘન કરી બેફામ પણે વાહન હંકારનારા તથા કાયદાનુ ઉલંઘન કરનારા શખ્સોની શેહશરમ રાખ્યા વગર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતાં કદવાલ પંથકમાં ગભરાટ ફેલાયેલો જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે પીનારા પકડાય છે તો વેચનારા કેમ નથી પકડાતાં તેઓ સાથે કોઈ શાંઠ ગાંઠ છે? તેવું લોકો માં ચર્ચાઇ રહ્યુ છે પીધેલા ઓને અડ્ડા ક્યાં આવેલા છે તે પુછવામાં આવેતો બુટલેગરોના નામ સપાટી ઉપર આવે છે છતાં પણ બુટલેગરો પકડાતાં નથી

  • કદવાલ પોલીસ પીધેલાઓને પકડતી હોય તો દારૂ વેચનાર ને કેમ નઇ ? શું દારૂ વેચનારા તેમના સગા થાય છે ??
  • પ્રતિબંધ છતાં દારૂ પીધેલાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે
  • કદવાલ પોલીસ ની ટ્રાફિક નિયમન તથા પીધેલા ચાલકો સામે લાલ આંખ

Trending

Exit mobile version