Uncategorized

૨૩ વર્ષથી અપહરણ અને બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપીને કદવાલ પોલીસે દબોચ્યો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૨૫

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાતાં ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.પરમારે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહીને ફરાર આરોપીઓને પકડવા માટેની સૂચના આપી હતી.

જે અંતર્ગત કદવાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હે.કો.કાળુભાઇ ભરવાડ તથા હે.કો.નગીનભાઈ રાઠવાને બાતમી મળી હતી કે, ખેડા જીલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનાનો આરોપી છેલ્લા ૨૩ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો. જે કદવાલ પોલીસ ની ટીમ દ્વારા કદવાલ ચાકરીયા ફળીયા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

૨૩ વર્ષ પહેલા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. કલમ- ૩૪૬,૩૭૬ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી અશોકકુમાર બલસિંહ બારીયા પોલીસ ધરપકડથી બચવા માટે તે ફરાર થઇ ગયો હતો. છેલ્લા ૨૩ વર્ષથી ભાગતો ફરતો આરોપી કદવાલ ચાકરીયા ફળીયા ખાતે તેના ઘરે હાજર હોવાની બાતમી હકીકત સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ.હેકો. કાળુભાઇ ભરવાડ તથા હે.કો. નગીનભાઈ રાઠવાને મળી હતી જેના આધારે કદવાલ પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી અશોકકુમાર બલસિંહ બારીયા મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version