Connect with us

Chhota Udepur

કદવાલ પોલીસ જવાનોએ પાંચ ફૂટનો મગર પકડયો અને ફોરેસ્ટ વિભાગ સુતુ જ રહ્યુ

Published

on

Kadwal policemen caught a five-foot crocodile and the forest department remained silent

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ કદવાલ પોલીસે જીવના જોખમે પાંચ ફૂટ ના મગર ને પકડી પાડી વન વિભાગ ને સોંપ્યો ત્યારે ગ્રામજનોએ પહેલા વનવિભાગ ને ફોન કર્યો પરંતુ વનક્કર્મચારીઓ ફોન બંધ કરી કુંભકર્ણ ની નિંદરા માણતા ગ્રામજનોએ કદવાલ પોલીસ ને મદદ માટે ફોન કરતાં પોલીસ જવાનો ગ્રામજનોની મદદે દોડી આવી મગર ને પકડી આખી રાત ઉજાગરા કરી સવારે વનવિભાગ ને સોંપવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ, જોગપૂરા દુમલા ગામે રહેણાંક મકાનની બાજુમાં મોડી રાત્રે પાંચ ફુટ લાંબો મગર ઘુસી જતાં ત્યાંના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. મકાનની દીવાલની બાજુમાં મગર હોવાની સ્થાનિકોને ખબર પડતા સ્થાનીક લોકોએ વન વિભાગને જાણ કરી હતી પરંતું વન વિભાગની ટીમ આવી નહિ અને તેમના ફોન લાગ્યા નહી મોડે મોડે એક કર્મચારી આવ્યો પણ ગ્રામજનો કરતાં વન કર્મચારી વધારે ડરી ગયો હતો છેવટે ગ્રામજનોએ કદવાલ પોલીસ સ્ટેશનનાં હે.કો કાળુભાઈ ભરવાડ, પો.કો મુકેશભાઈ રાઠવાને જાણ કરી મદદ કરવા આજીજી કરતાં રાત્રીના સમયે પોલીસ કોન્સ્ટેબલોએ ત્રણ કલાકની સખત મહેનતઅને જીવના જોખમે મગરને પકડી લઈ બાંધી દીધો હતો. જોત જોતામાં આ વિશેની માહિતી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી,માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

Advertisement

Kadwal policemen caught a five-foot crocodile and the forest department remained silent

શિકારની શોધમાં કે રસ્તો ભૂલી ગયેલા મગરો ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોચે છે. જોગપુરા ગ્રામ્ય પંથકમાં દિપડા અને મગરોની દહેશત છે. ખૂંખાર દિપડા જંગલ બહાર શિકાર કરવા રહેણાંક વિસ્તારમાં પહોંચી જાય છે. જયારે ઉનાળામાં નદીનાળાના પાણી ઘટી જતાં મગરો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી જાય છે. તેવામાં વન વિભાગ ફોન બંધ કરીને સૂઈ રહેતે કેવી રીતે ચાલશે

Advertisement
error: Content is protected !!