Chhota Udepur
કવાંટના ઝાંઝરઝોલ ગામેથી કળશ યાત્રા નીકળી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં “માટીને નમન, વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં લોકો જોડાઈ રહ્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઝાંઝરઝોલ ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કળશ યાત્રા યોજાઈ હતી. ઝાંઝરઝોલ ગામે યોજવામાં આવેલી કળશ યાત્રામાં ધારાસભ્ય તેમજ અન્ય મહાનુભાવો ગામલોકોની વચ્ચે કળશ લઈને પહોંચ્યા હતા. ત્યાં ગામલોકોએ પ્રેમથી માટી કળશમાં અર્પણ કરી હતી. ધારાસભ્ય સાથે અન્ય મહાનુભાવો કળશ યાત્રામાં પગપાળા જોડાયા હતા. ગામલોકો પણ ડીજેના તાલે કળશ યાત્રામાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ , આથાડુંગરી જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન જયેશભાઈ રાઠવા , કનલવા જીલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, કવાટ ભાજપ સંગઠન પ્રમુખ રમણસિંગ રાઠવા, કવાંટ તાલુકા ભાજપા મહામંત્રી મહેન્દ્રભાઈ રાજપૂત, બીજા મહામંત્રી સંજયભાઈ રાઠવા, કવાટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભારેશ રાઠવા, વાંટા ગ્રામ પંચાયત સરપંચ લાલાભાઇ, તમાંમ ગ્રામ પંચાયતનાં સરપંચો, ગામમાં થી પધારેલ સૌ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા