Gujarat
કલ્યાણદાસ મહારાજનો સંકલ્પ પૂર્ણ, 15 લાખ રામ નામના મંત્રો લખેલ નોટબુક અયોધ્યા મોકલાશે

(ગોકુળ પંચાલ દ્વારા)
ડેસર તાલુકાના સંત શિરોમણી કલ્યાણદાસ મહારાજે નોટબુકમાં 13 લાખ રામ નામના મંત્રો લખવાનો સંકલ્પ લીધો હતો તે સંકલ્પને પૂરો કરવા ગુજરાત રાજ્ય સંત સમિતિના સભ્યોએ બીડુ ઝડપ્યું હતું ઘોઘંબા તાલુકાના વિક્રમદાસ મહારાજે એક ઝુંબેશ ઉપાડી 13 ના બદલે 15 લાખ મંત્રો નોટબુકમાં લખી કલ્યાણદાસ મહરાજનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો રામ નામના મંત્રો લખેલી નોટબુક વડોદરા થી ટ્રેન મારફતે અયોધ્યા રામ મંદિર ખાતે લઈ જવામાં આવશે