Connect with us

Panchmahal

કાંકણપુર ડુપ્લીકેટ ચલણી નોટો છાપનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Published

on

Kankanpur mastermind of printing duplicate currency notes nabbed

કાંકણપુર ગામે ભારતીય ચલણની ડુપ્લીકેટ ચલણી નોટો છાપીને ભારતના અર્થતંત્રને ખોખલું કરવાના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર અને વડોદરા ખાતે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારા જેઓ ચાર મહિનાઓના નાસ્તા ફરતા ફરતા હતા જેથી ગોધરા સ્થિત પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે માહિતી મળી હતી કે તેઓ અમદાવાદ ખાતેના એક એપાર્ટમેન્ટ રહે છે જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે અમદાવાદ ખાતે થી ઝડપી પાડયા હતા

Kankanpur mastermind of printing duplicate currency notes nabbed
સપ્ટેમ્બર 2022માં કાંકણપુર ખાતે આવેલા ફાર્મ હાઉસ માંથી ભારતીય ચલણની ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ પોલીસ તંત્રએ કરીને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં શરૂઆતમાં ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા જો કે ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાના આ ચોંકાવનારા પ્રકરણના મુખ્ય સૂત્રધાર હરીશભાઈ ગોવિંદ ભાઈ વણઝારા છેલ્લાં ચાર મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને તાકીદે ઝડપી પાડવાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચનાઓના આધારે સતર્ક બનેલ ગોધરા સ્થિત પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઈ. બી.એમ.રાઠોડને માહિતી મળી હતી કે હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારા અમદાવાદ ખાતે છુપાયો હોવાની બાતમીઓના આધારે અમદાવાદ શહેરના નિકોલ ખાતે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ડી- મકાન નં.૨૦૪ માંથી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ડુપ્લીકેટ ચલણી નોટો નો મુખ્ય સૂત્રધાર હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારાને ઝડપી પાડીને કાંકણપુર પોલીસના હવાલે કરવામાં આવ્યાં હતાં પરંતુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું ત્યારે તેઓનું બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે અત્યારે તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને જ્યારે તેમની પરિસ્થિતિ નોર્મલ થશે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે

Advertisement
error: Content is protected !!