Connect with us

Gujarat

કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદયશ્રીનો જન્મોત્સવ ભક્તિ સભર ઉજવાયો.

Published

on

(વડોદરા તા.૨૬)

વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી કેવડા બાગ બેઠક મંદિર ખાતે સાક્ષાત મૉ યમુનાજી સ્વરૂપ અમ્માજી, વૈષ્ણવોના હૃદય સમ્રાટ તૃતીય ગૃહાધીશ પૂજ્ય શ્રી ડો વાગીશ કુમારજી મહારાજશ્રી , વંદનીય વહુજી મહારાજ,કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી, અનેક વિધ વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવચાર્યશ્રીઓ ની મંગલમય ઉપસ્થિતિમાં અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદય શ્રી ના જન્મોત્સવ નિમિત્તે શ્રીજી ના અલૌકિક મનોરથ દર્શન જે અંતર્ગત શૃંગારમાં પ્રભુને સુવર્ણા ના પલ્લામાં માં બિરાજમાન કરીને અનેરો નંદ મહોત્સવ ,રાજભોગમાં હઠડીના મનોરથ દર્શન ,પૂજ્ય શ્રી નો વિદ્વાન બ્રાહ્મણો વડે શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર  દ્વારા માર્કન્ડેય પૂજન, કેસર સ્નાન અને પ્રભુના દીપ દાનનો અલૌકિક મનોરથ દર્શન યોજાયા કીર્તનકારો એ અષ્ઠ શાખાના કીર્તનો ની ભારે રમઝટ બોલાવી આગવું આકર્ષણ જમાવ્યું હતું. પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદય શ્રી ને જન્મદિવસ નિમિત્તે જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ એમ દેશ વિદેશ , માદરે વતન કાંકરોલી ,મથુરા, ભીલવાડા ,સુરત ,ભરૂચ ,પાટણ મહેસાણા હાલોલ છોટાઉદેપુર , પાવીજેતપુર, ડભોઇ , સુરત, પીલવાઈ, વસો ,પેટલાદ ,આણંદ નડિયાદ સહિત વિવિધ જિલ્લા ગામોમાંથી વૈષ્ણવો સ્વયંભૂ આવીને ઉપરાંત વહેલી સવારથી જ ઓનલાઇન સોશિયલ મીડિયા ટેલીફોનીક instagram ના માધ્યમો દ્વારા પૂજ્ય શ્રી ને મંગલ વધાઈ આપતા જોવા મળ્યા .એટલું જ નહીં ગામેગામ વૈષ્ણવો હવેલીઓમાં શ્રીજીને સુવર્ણા ના પલ્લામાં બિરાજમાન કરીને જન્મદિન નિમિત્તે  નંદ મહોત્સવ ની ઉજવણી કરી મહોત્સવ જન્મદિન નિમિત અંતર્ગત પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ સુખધામ હવેલી ખાતે વય વંદના 70 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝનોને આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો .જેમાં ૧૫૦ થી વધુ સિનિયર સિટીઝન ભાગ લઈને પોતાના કાડૅ મેળવ્યા હતા. આમ પૂજ્ય શ્રી ના જન્મદિવસ નિમિત્તે ધાર્મિક અને  રાષ્ટ્રીય કાર્યક્રમ અનોખી ઉજવણી. પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી એ વૈષ્ણવોને જન્મદિનની મંગલ વધાઈ પાઠવવા બદલ શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!