Panchmahal
કંકોડા કોઈ ગામે યુવાને અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી પોતાની જાતને આગ ચાંપી

(ગોકુળ પંચાલ દ્વારા)
ઘોઘંબા તાલુકાના કંકોડા કોઈ ગામે રહેતા 24 વર્ષીય યુવાને કોઈ કારણોસર પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપતા સળગી ઉઠ્યો હતો. યુવાનને સારવાર અર્થે હાલોલ ખાનગી હોસ્પિટલમાં લાવ્યા બાદ ત્યાંથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કંકોડા કોઈ ગામે રહેતો જીતેન્દ્ર ગોવિંદસિંહ પોતાના ઘરે હતો અને અચાનક અગમ્ય કારણોસર પોતાના શરીરને કેરોસીન છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો જેને સારવાર માટે હાલોલ ખાનગી હોસ્પિટલ માં લઈ જવાયો હતો જ્યાં યુવાની હાલત ગંભીર જાણતા વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો