Gujarat
કાંટુ ગ્રામ પંચાયતે ₹1,80,000 ના ખર્ચે સામૂહિક શૌચાલય બનાવ્યું કપડા સુકવવાની દોરી બાંધવા ?
(અવધ એક્સપ્રેસ -ઘોઘંબા તા.૧૬)
કાંટુ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સરકારના 1,80,000 તથા લોકફાળાના 20000ના ખર્ચે સામૂહિક શૌચાલય બનાવ્યુ છે આ શૌચાલય લોક ઉપયોગ માટે ઓછું અને નજીકમાં રહેતા પરિવારજનો ના કપડા સુકવવા માટે વધુ વપરાય છે જાહેર માર્ગ ઉપર બાંધવામાં આવેલા સામૂહિક શૌચાલય ઉપર અત્યાર સુધી ગ્રામ પંચાયતના વહીવટ કરતા ઓની નજર પડી નથી કે પછી આ જાહેર શૌચાલય માત્ર ગ્રાન્ટ માટે જ બનાવવામાં આવ્યું છે
ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે જાહેર માર્ગ ઉપર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સરકારના 1,80,000 ની માતબર રકમ અને લોક ફાળાના 20,000 ખર્ચી જાહેર માર્ગ ઉપર આવેલ રહેણાક વિસ્તારના એક ઘર પાસે સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યું છે આ શૌચાલય બનાવવા માટેની રકમ સરકારે એટલા માટે આપી છે કે ગામની મહિલાઓને જાહેરમાં સૌચક્રિયા માટે જવું ન પડે ગામની આબરૂ બચાવવાના આશયથી બનાવેલા આ સામુહિક શૌચાલય ઉપર ઈજ્જત ઘર એવું લખવામાં આવ્યું છે પરંતુ નજીકમાં રહેતા ઘરના લોકોએ સામૂહિક શૌચાલય ઉપર કબજો જમાવી તેના દરવાજે કપડાં સૂકવવાની દોરી બાંધી તેના ઉપર કપડાં સૂકવી સૌચાલય ઉપર હકક જમાવી દીધો હોય એવુ લાગુ રહ્યું છે આ મુદ્દે ગ્રામ પંચાયતના વહીવટ કર્તા પણ ચૂપ છે વહીવટ કર્તા ઓની ચુપકીદી થી અંદાજ લગાવી શકાય કે આ જાહેર શૌચાલય લોકોના ઉપયોગ માટે નહીં પણ શૌચાલયની ગ્રાન્ટ મેળવવા માટે બનાવવામાં આવ્યું છે શૌચાલયના દરવાજાના પણ ઠેકાણા રહ્યા નથી ગામની ઈજ્જત માટે બનાવવામાં આવેલા શૌચાલયની દુર્દશાએ ગ્રામ પંચાયતની આબરૂને દાવ પર મૂકી છે.