Gujarat
ઘરમાં ઘુસી તોફાન મચાવતો કપિરાજ પાંજરે પુરાતા પરોલીમાં ઉત્સવ જેવો માહોલ

( પ્રતિનિધિ ગોકુળદાસ પંચાલ)
ઘોઘંબા તાલુકાનાં પરોલી ગામે છેલ્લા કેટલાક સમયથી આંતક મચાવતો વાંદરો પાંજરે પુરાતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા મસ્તીખોર કપિરાજને પાંજરે પુરાયેલો જોવા માટે ગામ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક સમયથી કપિરાજે પરોલી ગામના પંચાલ ફળીયામાં અને આજુબાજુના વિસ્તારોમાં ફરતો હતો અને જે ઘરના દરવાજા ખુલ્લા હોય તેવા ઘર માં ઘુસી તિજોરીના ગ્લાસ, ટીવીઓ, ગાડીના ગ્લાસ જેવી વસ્તુ ઓની તોડફોડ મચાવતો હતો જેના કારણે ગ્રામજનોને લાખોનુ નુકશાન થયુ હતું રાજગઢ વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યુ હતું જેમાં વાંદરો આબાદ ઝડપાઇ જતાં ગ્રામજનોએ કિકિયારીઑ પાડી ખુશી વ્યક્ત કરી હતી