Panchmahal
કપિરાજ નું મોત થતાં ધાર્મિક રીતિ રીવાજ મુજબ અંતિમ સંસ્કાર
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ઈજાગ્રસ્ત કપિરાજ ઉપર કુતરાઓએ હુમલો કરતા મોત ઘોઘંબા ના સરપંચ દ્વારા હિન્દુ ધાર્મિક રીતિ રીવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા આજરોજ રામનવમીના દિવસે ઘોઘંબા પ્રાથમિક શાળા પાસે કપીરાજ ઝાડ ઉપરથી પડતા ઈર્જા પામી હતી
જેનો લાભ લઈ કૂતરાઓએ કપિરાજ ઉપર હુમલો કરતા કપિરાજ નું મૃત્યુ નીપજયું હતું જેની જાણ ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયાને થતા સરપંચ દ્વારા બજરંગ દળ તેમજ અન્ય યુવા સંગઠનો ની મદદ લઈ કપીરાજની અંતિમયાત્રા કાઢી ગામના સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં કપીરાજની હિન્દુ સંસ્કૃતિ મુજબ કપિરાજના સબને ચીતા ઉપર સુવડાવી ધાર્મિક મંત્રો ચાર સાથે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા