Connect with us

Gujarat

કારગિલ વિજય દિવસ ઘોઘંબા યુવા ભાજપની મશાલ રેલી

Published

on

ઘોઘંબા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહસિંહ પરમારની અધ્યક્ષતામાં મશાલ રેલી કાઢવામાં આવી ભારતીય જવાનોએ 25 વર્ષ પહેલા કારગિલનું યુદ્ધ જીતી પાકિસ્તાનને ધુળ ચટાડી હતી તે સમયે અટલબિહારી બાજપેઈ ની એનડીએ સરકાર હતી અને હાલમાં પણ NDA ની સરકાર હોય કારગિલ યુદ્ધના વિજયને 25 વર્ષ પુરા થતા ઘોઘંબા ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા મયૂરધ્વજસિંહ પરમારે હાજરી આપી મશાલ રેલીની આગેવાની કરી હતી એટલુજ નહીં તેઓ ઘોઘંબા એપીએમસી થી અંબેમાતાના મંદિર સુધી હાથમાં મશાલ લઈ પગપાળા રેલીમાં જોડાયા હતા.

ભારત માતાકી જય શહીદો અમર રહોના ગગનભેદી નારા સાથે ૫૦૦થી વધુ યુવાનો અને ભાજપના કાર્યકરો મશાલ રેલીમાં જોડાયા હતા દુશ્મનોના દાંત ખાટા કરી વટ સાથે કારગીલની પહાડી ઉપર તિરંગો ફરકાવી દેશના સૈનિકોએ ભારત માતાની રક્ષા કરતા આજનો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે આજની મશાલ રેલીમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરધ્વજસિંહ,  ગુણવંતસિંહ ગોહિલ યુવા મોરચાનાં નરેન્દ્રસિંહ પરમાર, ઘોઘંબા સરપંચ નિલેશભાઈ વરિયા, જિલ્લા પંચાયતના ભીખાભાઈ, જયપાલસિંહ રાઠોડ તથા યુવા કાર્યકર સાગરભાઇ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

ભારત માતાકી જય શહીદો અમર રહો ના સૂત્રોચાર સાથે નીકળેલી રેલીનું અંબેમાતાના મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું હાથમાં સળગતી મશાલો પકડી યુવાનો અને વડીલો ભારત માતાકી જયના નારા લગાવતા ત્યારે ગ્રામજનોની છાતી ગદગદ ફૂલી જતી હતી મશાલ રેલીમાં 500થી વધુ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!