Connect with us

Chhota Udepur

કરજણ ડેપોને પાવીજેતપુર પંથક ના મુસાફરોને હેરાન કરવાની આદત પડી ગઈ છે

Published

on

Karjan Depot has got a habit of harassing passengers of Pavijetpur Panthak

(કાજર બારીયા દ્વારા “અવધ એક્સપ્રેસ”)

પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા, કદવાલ સહીત અનેક ગામોના લોકો માટે આશીર્વાદ સમાન એસ.ટી બસ રૂટ કેટલાક સમયથી બંધ કરી દેતા મુસાફરો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.અહીં લોકોને રોજગારી અર્થે વડોદરા તેમજ હાલોલ જવું પડતું હોય છે ત્યારે વડોદરા હાલોલ તરફથી એસ.ટી બસનો વ્યવહાર ખૂબ જરૂરી બન્યો છે.

Advertisement

Karjan Depot has got a habit of harassing passengers of Pavijetpur Panthak

એક સમયે આશીર્વાદ રૂપી એસ.ટી બસના રૂટ જેમ કે કરજણ એસ ટી ડેપો ની કરજણ – મુવાડા સવારે ૬.૦૦ કલાકે કરજણ ડેપો થી ઉપડતી, સવારે ૬-૩૦ કલાકે ઉપડતી કરજણ – ઝોઝ ગમાણી વાયા હાલોલ પાવાગઢ શિવરાજપુર ધારિયા બાકરોલ કદવાલ ભીખાપુરા ચોકડી થઈને જતી અને ત્યાંથી ૧૧:૩૦ ઉપડીને પરત વડોદરા આવતી, કરજણ થી સવારે ૭.૦૦ કલાકે ઉપડતી કરજણ- ધાનપુર વાયા વડોદરા હાલોલ પાવાગઢ ઘોઘંબા બાકરોલ, કદવાલ ભીખાપુરા સાગટાળા બારીયા થઈને ધાનપુર જતી પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જિલ્લાના મુસાફરોને સીધી સેવા આપતી અને સારી આવક લાવતી આ એસટી બસો છેલ્લા ઘણા સમયથી બંધ કરેલ છે.જે સત્વરે શરૂ કરવામાં આવે એવી પંથકના લોકોની માંગ ઉઠી છે.

Advertisement
error: Content is protected !!