Ahmedabad
અન્નદાતા ને મળ્યો કર્ણ દાનની ગંગોત્રી વહેવડાવી

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગરની વિનંતીને માન આપીને વિશ્રામ જાદવા ભારાસર દ્વારા માનવસેવા અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ ખેડૂતોને હાલોલ કાલોલ અને ઘોઘંબાના ખેડૂતોને સિંચાઈ માટેની વ્યવસ્થા કરવા માટે તેમના સ્વખર્ચે તેમના ખેતરોમાં બોરવેલ કરી આપવામાં આવ્યા હતા આ ઉપરાંત ખેતીમાં ઉપયોગી એવા ખાતર દવા અને જંતુનાશક દવાઓ જેનો ખેતીમાં ઉપયોગ અતિ આવશ્યક હોય ખેડૂતોને વિના મૂલ્ય અર્પણ કરવામાં આવી હતી
આ ઉપરાંત ગામડાઓની ગંગાસ્વરૂપ બહેનો જેઓને આર્થિક ઉપાર્જન માટે સહાય થાય તે માટે આવી બહેનોને ગાય અથવા ભેંસનું દાન કરવામાં આવ્યું હતું. જેને લઈને દૂધની આવકમાંથી જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થાય અને આવી બહેનો સમાજમાં ઉન્નત મસ્તક રાખી જીવી શકે આવા શુભ આસય સાથે દાનની ગંગોત્રી વહેવડાવી હતી જેને ગામ લોકોએ આશીર્વાદ અર્પી વધાવી હતી