Gujarat
કઠલાલ પોલીસે પીઠાઈ પાસેથી 32,95,200 ની કિંમતના વિદેશી દારૂ સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

કઠલાલ પોલીસ ને મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે.કઠલાલ પીએસઆઇ.એસ.બી.દેસાઈ અને તેમની ટીમ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ગણના પાત્ર કેસ સોધી ઝડપી પાડવામાં સફળતા મળી છે. કઠલાલ પોલીસે પીઠાઈ સીમ વિસ્તાર ટોલ પ્લાઝા થી ગામ તરફ જતા રોડ ઉપરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
કઠલાલ પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી નંગ 13932 તેમજ બીયર ટીન નંગ 3936 મળી કુલ રૂપિયા 32,95,200 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે એક આઇસર અને એક ડાલુ જેમાંથી આ વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.સમગ્ર મામલે કઠલાલ પોલીસે સોમેન્દ્રસિંગ ઉર્ફે શિવા ગીનમસિંગ રાજપુત રહેવાસી ઉત્તર પ્રદેશ તેમજ અજીતસિંહ રામનારાયણ ઠાકુર, મુકેશસિંગ ગીતમસિંગ ઠાકુર અને બ્રીજમોહન ઉર્ફે કલ્લાસિંગ રાજપુત ત્રણેય રહેવાસી રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે ત્રણ નંગ મોબાઈલ એક આઇસર એક ડાલુ સહિત ₹38,01200 ના પ્રોહી મુદ્દા માલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કઠલાલ પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
(પ્રતિનિધિ રઈશ મલેક)