National
KCRની પુત્રી કવિતાનું જંતર-મંતર પર અનશન, 12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે, જાણો શું છે માંગ

તેલંગાણાના સીએમ કેસીઆર અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના નેતાની પુત્રી કવિતા, શુક્રવારે (10 માર્ચ) સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની માંગ સાથે ધરણા પર બેઠી છે. કવિતાના ધરણામાં 12 વિરોધ પક્ષોના નેતાઓ ભાગ લેશે. આ ધરણાને BRS દ્વારા મહિલા અનામતના બહાને મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષને એક કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.
મંચ પરથી બોલતાં કવિતાએ કહ્યું કે જ્યાં સુધી મહિલા અનામત કાયદો નહીં બને ત્યાં સુધી તે ચૂપ બેસી નહીં બેસે. CPM નેતા સીતારામ યેચુરી પણ કવિતાના ધરણામાં પહોંચ્યા હતા. સીતારામ યેચુરીએ કહ્યું કે સીપીએમનું મહિલા અનામત બિલને સંપૂર્ણ સમર્થન છે.
આ સાથે તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, જનતા દળ (યુનાઈટેડ), રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટી સહિત અનેક પક્ષોના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
તેલંગાણાના સીએમની પુત્રી કે કવિતાએ ગુરુવારે (9 માર્ચ) કહ્યું હતું કે 18 પક્ષોના નેતાઓએ વિરોધમાં પહોંચવા માટે તેમની મંજૂરી આપી દીધી છે. મહિલા અનામત બિલ પર બોલતા કે કવિતાએ કહ્યું કે, ભાજપે વચન આપ્યું હતું કે જો તેને પૂર્ણ બહુમતી મળશે તો તે મહિલા અનામતનો અમલ કરશે. બીજેપી 2014 અને 2019માં બે વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં રહી પરંતુ તેણે પોતાનું વચન પૂરું કર્યું નહીં.