Surat
સુરત ભાજપ માં “AAP” આઈ બહાર આઈ આમ આદમી પાર્ટી 6 કોર્પોરેટરના કેશરીયા

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
રાજ્યનાં રાજકરણમાં ફરી ગરમાવો જોવાં મળી રહ્યો છે. જેમાં સુરતમાં આમ આદમી પાર્ટીના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયાનાં સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીના હસ્તે કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યો છે.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત મોટુ ભંગાણ પડ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના છ કોર્પોરેટરોએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
આ સમાચાર સામે આવતાની સાથે જ રાજ્યના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.સુરતમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હવે વધુ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. આજે જોડાયેલા કોર્પેરેટરોની વાત કરીએ તો તેમાં કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, નિરાલી પટેલ ધારણ કેસરિયો કર્યા છે. આ ઉપરાંત જ્યોતિ લાઠિયા, અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા પણ ભાજપમાં જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપનાં ટ્વીટર પર સુસ્વાગતમ કરી ફોટો શેર કરવામાં આવ્યો હતો.