Connect with us

Editorial

કુદરતી રંગ અને ભરપૂર આયુર્વેદિક મહત્વ ધરાવતા કેસુડાના રંગ ખીલી ઊઠ્યાં…

Published

on

kesuda-colors-with-natural-color-and-rich-ayurvedic-significance-flourished

પ્રતિનિધિ:-લક્ષ્મણ રાઠવા ઘોઘંબા

ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી,આ દિવસે નાનાં-મોટાં શહેરો અને ગામે ગામ મુખ્ય ચોક કે જગ્યા પર હોળી પ્રગટાવવામાં આવે છે,જેના બીજા દિવસે રંગ પર્વ એટલે કે ધુળેટી મનાવાય છે, જેમાં લોકો એક બીજા પર કલર છાંટી આનંદ માણતા હોય છે, આજના આધુનિક હાઇટેગ યુગમાં લોકો ધુળેટીમાં સીન્થેટીક અને વધુ પ્રકારના રાસાયણિક તત્વો યુક્ત કલર વાપરતા થયા છે, જે ક્યારેક શરીર માટે હાનીકારક પણ બને છે, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર પંચમહાલ જિલ્લા કુદરતી વનરાજીથી ભરપૂર કહેવાય છે જેમાં ઘણા ગાઢ જંગલો આવેલા છે અને તેમાં જાતજાતની આયુર્વેદિક ઔષધિય વનસ્પતિઓ થાય છે જેમાંની એક છે કેસુડો,ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે જેનાં વૃક્ષ મોટાં ભાગે ભારતમાં તમામ જગ્યાએ જોવા મળે છે,પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષોના પાંદડા ખરી પડે ત્યારે ફાગણ માસની શરૂઆતમાં કેસુડા ના ફૂલ આવતા હોય છે

Advertisement

ત્યારે આ વિસ્તારના પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણવિદ વનિતાબેન રાઠવાના જણાવ્યા મુજબ કેસુડાંએ પ્રાકૃતિક કલર ગણાય છે, જાંબુઘોડા, શિવરાજપુર, પાવીજેતપુર, ઘોઘંબાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં કેસુડાં સરળતાથી મળી પણ રહેતો હોવાથી આ વિસ્તારના કેટલાક પરિવારો આ કેસુડાના ફૂલ વેચી ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે “જો હોળી માં જો લોકો કેસુડાના ફૂલને મહત્વ આપશે તો આ પરિવારોને સરળતાથી રોજગારી પણ પ્રાપ્ત થશે.”એમ પણ કહી શકાય, ધુળેટીમાં કેસુડાના ફૂલના રંગ બનાવી હોળી રમતા હોય છે, કેસુડાં ના ફૂલો સૂકવીને તેનો ભુક્કો આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે ત્વચા પર લગાવવાથી બળ બળતાં તાપમાં પણ ત્વચાનું આરોગ્ય જળવાઈ રહે છે, સાથે ઉનાળાના દિવસો દરમ્યાન અનેક ચામડીના રોગો ને માનવશરીરથી દુર રાખવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.

kesuda-colors-with-natural-color-and-rich-ayurvedic-significance-flourished

તેથી પહેલાંના સમયમાં આ પ્રયોગ મોટાં ભાગે કરાતો હતો કહેવામાં આવે છે, કેસૂડો કુદરતી રીતે ખુબ જ માનવઔષધિય ગુણો ધરાવે છે, જેને લઇને ગોધરા શહેરના એક આયુર્વેદિક તબીબ જણાવી રહ્યા છે કે ધુળેટી પર્વમાં સીન્થેટીક કે કેમિકલ યુક્ત કલરને બદલે કુદરતી કલર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ,જેનાથી ચામડીથી થતા રોગોથી બચી શકાય છે,કેસુડાના વૃક્ષના પાન વડે પડિયા પતરાળાં પણ બનાવી શકાય છે,સાથે આદિવાસીઓ પોતાના અનેક ધાર્મિકકાર્યો માં કેસુડાના વૃક્ષના પાન નો ઉપયોગ કરે છે,કેસુડાના ત્રણ પાનને બહ્મા,વિષ્ણુ અને મહેશની ઉપમાં આપવામાં આવે છે,તો કુદરતી સંગો બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે,કેસુડાને ચંદ્રનું પવિત્ર વૃક્ષ ગણવામાં આવે છે તો બીજી તરફ કહેવાય છે કે સોમરસ પીધેલા ગરૂડના પીછામાંથી આ ખાખરાનાં ઝાડની ઉત્પતિ થઇ છે,બીજી તરફ સૌ પ્રથમ સૃષ્ટિ ની રચના પછી શિવ-શક્તિ(પ્રકૃતિ દેવી )દ્વારા તેનું રોપણ અને પાલન પોષણ કરવામાં આવ્યું હતું.

Advertisement

જે શિવ-શક્તિ ના સાચા પ્રેમ,વિશ્વાસ,અને તેમના જીવન નું પ્રતીક માનવામાં આવે છે.આ વિસ્તારના આદિવાસીઓ ના મુખે લોકવાર્તાઓ,લોકવાયકાઓમાં અનુસાર કેસુડો ધરતી માડી ના રક્ત ફૂલો તરીકે ઓળખવામાં આવે છે.જેનાં લાલ રંગ ના પ્રતીક ને ધરતી રજજ્વાલા થઈ અને હજારો નવાં બીજ ના રૂપે ગર્ભ ધારણ કર્યો જેથી આવનાર સમયમાં ફરી નવાં બીજ ના અંકુર સાથે ધરતી લીલીછમ થશે એમ કહેવાય છે.તો બીજી બાજુ કેસુડાના ફુલને આપણાં ભારતના ઝારખંડ રાજ્યમાં તો રાજકુલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે,આમ કેસુડાના વૃક્ષ અને ફૂલ ધાર્મિક મહત્વ સાથે અનેક રીતે ઉપયોગી છે,ત્યારે વધુ પણ તે વાત આપણે ભૂલી રહ્યા છીએ કે આપણા પાછલાં સમયના વડવાઓ જે તે સમયે જંગલોમાં થતી વનસ્પતિઓના માનવશરીર માટે ઔષધિય ગુણો પરખ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે કેટલીક ઝાડમૂળી વનસ્પતિઓ નો ઔષધિય તરીકે ઉપયોગ માં લેતા હતા તે આજે આપણે દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ…

Advertisement
error: Content is protected !!