Connect with us

Vadodara

સફેદ દૂધ ના કાળા કારોબાર સામે કેતન ની ઈમાનદાર લડત

Published

on

Ketan's honest fight against the black business of white milk

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ઈમાનદાર લડતે વડોદરાની સુગમ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને માત્ર 24 કલાકમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા લોકોના મતથી વિજય બનેલ કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,અક્ષય પટેલ , ભાજપના ધારાસભ્ય દ્વારા સુગમ ડેરી વડોદરામાં ચાલતી ગોબાચારી સામે રણસીંગુ ફૂંકતા ડેરીમાં હલચલ મચી જવા પામી હતી ભાજપના ત્રણ ત્રણ ધારાસભ્યોએ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકોને ફેંટ દીઠ યોગ્ય ભાવ મલે તથા પશુ દાણા અને અન્ય લાભો મળે તે માટે ડેરીને તથા સરકારને 21 ફેબ્રુઆરી બપોરે 2:00 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પરંતુ તે સમય દરમિયાન ડેરીના સળગતા પ્રશ્નોનો કોઈ નિકાલ ના આવતા ડેરીના સત્તા વાળા સામે કે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં ન આવતા અલ્ટીમેટમની લક્ષ્મણરેખા પૂરી થતાં ભાજપના ધારાસભ્યો દ્વારા અનશનનું હથિયાર ઉગામવામાં આવ્યુ સાથે સેંકડો પશુ પાલકોનો સાથ મળતા અને પશુ પાલકોને ડેરી માં જતાં રોકવા માટે ના પ્રયાસો સિક્યોરિટી દ્વારા કરવામાં આવ્યા પરંતુ પશુ પાલકો દરવાજો ઠેકી ને ડેરી માં પ્રવેસ કરી ધારાસભ્યોને અને ખાસ કરીને તેમના માટે લડત ઉપાડનાર કેતન ઇનામદાર નો જુસ્સો વધાર્યો હતો

Ketan's honest fight against the black business of white milk

ભ્રષ્ટાચાર અને અન્ય પડતર પ્રશ્નોનો નિકાલ લાવવાને બદલે ડેરી સત્તાવાળાઓ અને રાજ્ય સરકાર દ્વારા કાર્યકારી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં રચ્યા પાચ્ય રહ્યા અને બીજી તરફ ધારાસભ્યો દ્વારા લડત ને મજબૂતી થી આગળ વધારવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવતા નવાનિમાયેલા કાર્યકારી પ્રમુખે કાંટાળો તાજ પોતાના શિરે ન મૂકવાના આશય થી તથા ડેરી ના ગ્રામ્ય વિસ્તાર ના સભાસદો ની નારાજગી ને ધ્યાન માં રાખી ને જેની આવતી ચૂંટણી માં અવળી અસર ના પડે તે માટે કાર્યકારી પ્રમુખ નું પદ ત્યજી દેવા મજબૂર બન્યા અને તાત્કાલિક તેનો અમલ કરી પદ ઉપર થી રાજીનામું આપી દીધું ભાજપાની પ્રદેશ અધ્યક્ષે લેવામાં આવેલા નિર્ણય ને અવગણી ને કે તેઓની સલાહ લીધા વગર રાજીનામું આપતા ભાજપ ને શિસ્તબંધ પક્ષ હોવાનો અહંકાર ને કાળી ટીલી લાગી છે હવે ભાજપને પોતાના ધારાસભ્યોએ ને સાચવવાની કે કંટ્રોલ માં રાખવાની કોઈ નવીનીતિ ગઢવી પડશે આ બનાવ માં કેતન ઇનામદાર નો સો ટકા વિજય થયો છે તેવુ લોકો માં ચર્ચાઇ રહ્યું છે

Advertisement
  • કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,અક્ષય પટેલ ઘર ક ભેદી લંકા ઢાએ જેવો ઘાટ
  • લાભો મળે તે માટે ડેરીને તથા સરકારને 21 ફેબ્રુઆરી બપોરે 2:00 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો
  • ગ્રામ્ય વિસ્તાર ના સભાસદો ની નારાજગી ને ધ્યાન માં રાખી ને જેની આવતી ચૂંટણી માં અવળી અસર ના પડે તે માટે કાર્યકારી પ્રમુખ નું પદ ત્યજી દેવા મજબૂર બન્યા
  • ભાજપ ને શિસ્તબંધ પક્ષ હોવાના અહંકાર ને કાળી ટીલી લાગી છે હવે ભાજપને પોતાના ધારાસભ્યોએ ને સાચવવાની કે કંટ્રોલ માં રાખવાની કોઈ નવીનીતિ ગઢવી પડશે
error: Content is protected !!