Chhota Udepur
ખડક્વાડાના માળફળિયાને તાલુકા સ્વાગતમાં મળી રસ્તાની ભેટ

પ્રતિનિધિ, કાજર બારીયા
રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલ સ્વાગત સપ્તાહ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર તાલુકામાં આવેલ ખડક્વાડા ગામના માળફળિયાના રહીશો માટે આશીર્વાદ લઈને આવ્યો. સમગ્ર રાજ્યની જેમ છોટાઉદેપુર તાલુકામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો દ્વારા માળફળીયાથી રંગ્પુરને જોડતો ૨ કિલોમીટરનો રસ્તા બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ તાલુકા સ્વાગત દરમિયાન જીલ્લા કલેકટરે માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારના કરી ગ્રામજનોની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જીલ્લા કલેકટરે માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓને દરખાસ્ત તૈયાર કરી ઝડપથી મંજૂરી મળી જાય અને રસ્તાનું કામ ચાલુ થાય એવી ઝડપથી કામગીરી કરવા માટે ફરમાન કર્યું હતું.
આ અંગે વાત કરતા ગ્રામ પંચાયતના સભ્ય ગુલાબભાઈ રાઠવાએ જણાવ્યું હતુકે અમારા માળફળિયાથી રંગપુરને જોડતા ૨ કિલોમીટરનો રસ્તો બનાવવા માટે તાલુકા સ્વાગતમાં રજૂઆત કરવામાં આવી હતી. માળફળિયાથી રંગપુરને જોડતો રસ્તો ન હોવાથી ખુબ જ તકલીફ પડતી હતી. ચોમાસા દરમિયાન ગરનાળામાં પાણી ભરાઈ જવાથી શાળાએ જતા બાળકોને પણ આવવા જવામાં ખુબ મુશ્કેલી પડે છે. શિક્ષકો પણ શાળાએ સમયસર શાળાએ પહોચી શકતા નથી. તાલુકા સ્વાગતમાં અમારી આરજી પર ચર્ચા વિચારણા કરી દરખાસ્ત કરવા માટે કહેવાયું છે. હવે અમને લાગે છે કે અમારા રસ્તાની સમસ્યા હાલ થઈ જશે. તેમને જણાવ્યું હતું કે તાલુકા સ્વાગત કાર્યક્રમ રાજ્યની પ્રજા માટે આશીર્વાદથી કામ નથી એમ કહ્યું હતું.