Gujarat
ખાઈવાડ ગામે આઝાદી બાદ પ્રથમ વખત એસટી બસ સેવા શરૂ કરાઈ
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે આ જિલ્લામાં પાણીની સમસ્યા પણ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં આવેલા બાળકો ભણી શકે તે માટે ગામડાઓ ગામડાઓ સુધી પ્રાથમિક શાળાઓ પણ બનાવવામાં આવી છે. દાંતા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકો અભ્યાસ માટે શાળાએ જતા હોય છે અને પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ માટે નજીકમાં આવેલા મોટા ગામોમાં અપડાઉન કરવા જતા હોય છે.દાંતા તાલુકામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિવિધ ગામો સુધી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત દાંતા તાલુકાના ખાઈવાડ ગામે એસટી બસ સેવા આજથી શરૂ કરાઈ છે.
અંબાજીના એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ અંબાજી ના સ્થાનીક રહેવાસી છે તેમને જણાવ્યું કે થોડા દિવસ અગાઉ ખાઈવાડ ગામના સ્થાનિક યુવાન લાલજીભાઈ ઠાકોર દ્વારા મને જણાવેલ કે હાલ જે ટ્રીપ દાંતા – કાસમપુરા સંચાલિત થાય છે, તે કાસમપુરા થી 1.5 કિમી આગળ ખાઈવાડ તેમજ પણોદરા ગામ છે જયાં લગભગ 22 વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ છે પરંતુ આઝાદી ના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ક્યારેય કોઈ બસ સેવા મળવા પામેલ નથી અને તે સેવા આપવાપાત્ર છે. આ બાબત ની ખાત્રી કરવા રૂબરૂ સર્વે કરતા ગ્રામજનો વગેરે પાસે થી વાત ની સત્યતા જાણી આશ્ચર્ય થયું કે આટલો સારો રોડ અને અંદાજે 800 થી 1000 ની વસ્તી હોવા છતાં બસ સેવા નથી! માટે આપણા વિભાગીય નિયામક ના અભિગમ ને અગ્રેસર કરી આજરોજ આ બસ ને 1.5 કિમિ લંબાણ આપેલ અને ગ્રામજનો ના આગ્રહ ને ધ્યાને રાખી ત્યાં પહોંચેલ અમારા આશ્ચર્ય વચ્ચે લગભગ આખું ગામ ઉમળકાભેર ગાડી અને અમારા સૌનું સન્માન અને સ્વાગત કર્યું અને ઢોલ- નગારા સાથે એક અદભુત સન્માન અને સ્વાગત નો કાર્યક્રમ કર્યો જે આજ સુધી ની નિગમની ફરજ મા પ્રથમવાર અનુભવ્યો છે. અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહ ચૌહાણ સ્થાનિક હોવાથી તેમને દાંતા તાલુકાની વિવિધ સમસ્યાઓ ખ્યાલ છે એટલે તેમને આ સમસ્યા પણ હલ કરી હતી. એસટી વિભાગના બનાસકાંઠાના કિરીટભાઈ ચૌધરી ના અભિગમથી ખાઈવાડ ગામના લોકોને એસટી બસનો લાભ આજથી મળવા પામ્યો હતો.
:- એસટી બસ સેવા શરૂ થતા ગામમાં ઉત્સવનો મહાલ :-
આઝાદી બાદ પ્રથમ વખત ખાયવાડ ગામે એસટી બસ આવતા ગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને ગામ લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી. તાલુકો પહાડી અને અંતરિયાળ વિસ્તાર હોવાથી અમુક ગામો સુધી બસો આવતી હતી, અને જે ગામ સુધી બસ ન આવતી તે ગામના બાળકો ચાલીને જે સ્થળે બસ આવે ત્યાં સુધી જતા હતા એટલે તેમનો સમય બગડતો હતો આ બાબતની ગંભીરતા સમજીને અંબાજી એસટી વિભાગ દ્વારા તાત્કાલિક આજથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, આ બાબતને લઈને ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી હતી