Uncategorized
ખાનકાહે એહલે સુન્નત દ્વારા રિફાઈ મોઇની મેડિકલ ચૅક-અપ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
(અવધ એક્સપ્રેસ વડોદરા)
વડોદરા ખાતે ઊભી થયેલી બ્લર્ડની અછતને પહોચી વળવા સમાજ સેવા ના ઉદેશ સાથે ખાનકાહે એહલે સુન્નત દ્વારા મેડિકલ તથા બ્લર્ડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ કોમીએકતા ના પ્રતિક એવા ખાનકાહે એહલે સુન્નત દ્વારા વડોદરામાં કુદરતી આફતોમાં આમંત્રણ ની રાહ જોયા વિના લોકસેવા માં હાજર રહેછે વડોદરા માં બ્લર્ડ ની અછત હોવાની જાહેરાતો શહેરમાં ફરતી થતાં સમાજ સેવા માટે ખાનકાહે એહલે સુન્નત દ્વારા બ્લર્ડ ડોનેશન કેમ્પ યોજી ચારસો થી વધુ યુનિટ એકઠી કરી લાયન્સ બ્લર્ડ ક્લબ તથા બ્લર્ડ સેન્ટર SSGને દાન કરવામાં આવ્યુ હતુ
વડોદરામાં આવેલ અઝીમે મિલ્લતની દરગાહ ખાતે ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે ઇદે રીફાઈયાના શુભ અવસરે સજ્જાદા નશીન સૈયદ મોઇનુદ્દીનકાદરી બાબાની ખીરાજે અકીદતમાં મેઘા મેડીકલ ચેકઅપ કેમ્પ તેમજ સ્વેચ્છિક રક્તદાન શિબિરનું આયોજન ખાનકાહ ના સજ્જાદા નશીન હજરત અમીરુદ્દીન બાબા તથા કબીરૂદીન બાબાની આગેવાની માં યોજાયું હતું જેમાં મોટી સંખ્યા માં લોકોએ ભાગ ભાગ લીધો હતો વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં બ્લર્ડની અછતને પહોચી વળવા તથા ઇમર્જન્સીમાં ગરીબોને બહાર થી પૈસા ખર્ચી બ્લર્ડ લાવુ પડેછે. તેથી આવા દર્દીઓને સમયસર બ્લર્ડ ઉપલબ્ધ થાય તે હેતુસર બ્લડ સેન્ટર SSG ના સહયોગ થી મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેર જનતા ના લાભાર્થે ખાનકાહે એહલે સુન્નત દ્વારા રિફાઈ મોઇની મેડિકલ ચૅક-અપ કેમ્પ અને સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં વડોદરા, હાલોલ, કાલોલ, આસોજ, વાઘોડિયા તેમજ અન્ય તાલુકા તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં આવેલા લોકો એ મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો.મેડિકલ કેમ્પમાં વિવિધ રોગો થી પીડાતા દર્દીઓનું ચેકઅપ કરી.તેમને દવા સાથે અન્ય સુવિધાઓ નિશુલ્ક ઉપલબ્ધ કરવી હતી મેડિકલ કેમ્પમાં ચારસોથી પણ વધુ લોકો એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતુ.આ કાર્યક્રમ માં ખાનકાહ ના સજ્જાદા નશીન હજરત અમીરુદ્દીન બાબા, કબીરૂદીન બાબા, ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન ઇકબાલભાઇ સૈયદ,ડૉ.ફરઝાના કોઠારી.પ્રો.હેડ.બ્લડ સેન્ટર SSG વડોદરા તેમજ વડોદરા શહેર ના પોલીસ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ ના અગ્રણી સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા