Chhota Udepur

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે ૧.૧૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂ. ૧.૧૦ કરોડના અંદાજિત ખર્ચે આ અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.

Advertisement

આ કાર્યક્રમમાં ધારાસભ્યએ જણાવ્યું હતું. કે, “આ પેટા આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળી રહેશે. જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. અહીં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી.”

રંગપુર ગામે અંદાજીત ૧.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર માટે ક્વાર્ટર તેમજ ક્લિનિક રુમ, વેઇટિંગ એરિયા, ડિલિવરી રૂમ જેવી સુવિધા હશે. અહી આરોગ્યની વિવિધ કામગીરીઓ કરવામાં આવશે. આ ઉપરાંત તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ત્યાર બાદ ગ્રામજનો સાથે વિવિધ મુદાઓ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધ્યક્ષ લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપર જિલ્લા ઉ.પ્ર. કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ વિ. રાઠવા કારોબારી છો. ઉ.તા.પ્ર .જયદીપ બી રાઠવા,ઉપ પ્રમુખ છો× ઉ તા. પં, રાજદીપસિંહ રાઠવા, પુર્વ જિલ્લા પ્રમુખ જશુભાઇ બિ રાઠવા, ઉ.પ્ર. છો . કાળુભાઇ નાયક, છો.તા.મહામંત્રી પારસિંગ ભાઈ આ આયોજન દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે આગેવાનો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version