Chhota Udepur
ઉમઠી થી વગુદણ અને રાયસીંગ પુરા થી ખટિયા બાર ને જોડતા રોડનુ ખાત મુહૂર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆત ફળી
છોટાઉદેપુર જિલ્લાના સરહદી પંથક માં આવેલ કવાંટ તાલુકાનાં ગામડામાં રસ્તા થી વંચિત રહેલા ગામ નાં લોકો ને હમેશાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા આજે લોકો ની માંગ ને ધ્યાન માં રાખી ને ઉમઠી થી વગુદણ વખત ગઢ એમપી ને જોડતો રોડ જે ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોનું જોડાણ થાય છે તેમજ રાયસીંગ પુરા થી ખટિયા બાર ને જોડતા રોડ જે ખટિયા બાર ની પ્રાથમિક શાળા ને જોડતો અગત્યનો રસ્તો હોય જેથી આરોગ્ય ક્ષેત્રે ઉપયોગદાયક છે. આમ બે ગામ ને જોડતા રસ્તા નું ખાત મુહુર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તા ની માંગણી હતી જે આજે પૂર્ણ કરી જેમને પડતી મુશ્કેલી નો અંત આવશે તેવું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું. જયંતિભાઈ રાઠવાએ કહ્યું હતું કે આવી રીતે મારા મત વિસ્તારના અન્ય ગામના રોડની માંગણી આગેવાનો,કાર્યકર્તા તરફ થી મળી છે એ પણ સત્વરે પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશ. ગામજનો એ ધારાસભ્ય નું સ્વાગત અને સહકાર આપતા રાયસીંગ પુરા અને ખટિયા બારનાં લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, કારોબારી સભ્ય પીન્ટુભાઇ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત ના તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કવાંટ સંગઠન પ્રમુખ રમણસિંગભાઈ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો તેમજ ગામના સૌવ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.