Vadodara
જેતપુરપાવી તાલુકાના જાંબા ગામે આરસીસી રોડનું ખાતમુહૂર્ત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- આરસીસી રોડ બનવાથી ગામ લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે
જેતપુરપાવી તાલુકાના જાંબા ગામે પ્રજાના સુખાકારી માટે વિકાસ લક્ષી વિવિધ વિકાસનાં કામોનું ખાત મુર્હૂત કરવમાં આવ્યું હતું. એટીવિટી ની ગ્રાન્ટ માથી મેઇન રોડથી દેવ ફળિયાનાં રોડ તેમજ ચોકી પ્રાથમિક શાળા તરફ જવાના રસ્તે કોઝવેની મંજૂરી મળતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. ૨૧૦ મીટરના આરસીસી રોડના કામનું ખાત મુહુર્ત સરપંચ રણવીરસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામ્બા ગામે મેન રોડ થી દેવ ફળિયા જવા માટે રસ્તો ન હોવાથી જાંબા ગામના લોકો ઘણા સમયથી ભારે હાલાકી ભોગવતા હતા ત્યારે સરપંચના પ્રયત્નોથી જિલ્લા પંચાયત એટીવીટી ગ્રાન્ટ માંથી આરસીસી રોડને મંજૂરી મળતા જાંબ્બા ગામે સરપંચના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ ડેપ્યુટી સરપંચ સભ્યો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા