Vadodara
કવાટ તાલુકાના પાનવડમાં ધોળે દહાડે હત્યા! ભરચક હાટ બજારમાં ખૂની ખેલ ખેલાયો
કવાટ તાલુકાના પાનવડ ગામમાં ભર બજારે આદિવાસી યુવાનની હત્યાનો ચકચારી બનાવ બનવા પામતા આજે ભરચક હાટ બજારમાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી.પાનવડ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.મર્ડર વખતે ઉપયોગમાં લેવાયેલી બાઇક પલ્સર જી.જે.34 જે 7931 પણ કબજે લેવાશે.કવાટ તાલુકાના સિહાદા ગામના ઈશ્વરભાઈ મોહલિયા ભાઈ રાઠવા ઉર્ફે ઇસ્લાભાઇ (ઉંમર વર્ષ 40) નું હાટ બજારમાં માથામાં ગંભીર ઈજા પહોંચાડવાના કારણે મોતની નીપજ્યું છે. કનલવા ગામના જયેશભાઈ રાઠવા તથા અન્ય એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પાનવડ પોલીસ મથક ખાતે મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે.
પાનવડ ગામે આજે હાટ હતો. હાટ બજારમાં ભારે ભીડ પણ હતી. તે દરમિયાન બપોરે 1:30 વાગ્યે દ્વારકાધીશ મંદિર પાસે રોડ ઉપર આ ઘટના બનવા પામી હતી. આજથી પાંચ છ વર્ષ પહેલા આરોપી જયેશભાઈ રાઠવા સાથે મરનાર ઇશ્વરભાઇ રાઠવાનો બાઈક અકસ્માત સર્જાયો હતો. જેમાં જયેશભાઈ રાઠવાને ફ્રેક્ચર થતા સળીયો પણ નાખવો પડ્યો હતો. સારવાર પાછળ બે લાખ રૂપિયા નો ખર્ચ થયો હોઇ તે અંગેની પૈસાની માંગણી સાથે જયેશ અને તેના સાગરીતે ઈશ્વરભાઈ પર હુમલો કર્યો હતો અને ઝઘડો ઉભો કરતા મારા મારી દરમિયાન જયેશના હાથનું કડુ ઈશ્વરભાઈ ના માથામાં ગંભીર રીતે વાગતા ઈશ્વરભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. તેઓ બે શુદ્ધ અવસ્થામાં પડેલા હોય તેમનું મર્ડર થઈ ગયું હોવાની વાત સમગ્ર પાનવડ સહિત વિસ્તારમાં ફેલાઈ હતી. કોઈકે ઈશ્વરભાઈને પંપિંગ કરતા તેઓ ફરી હલન ચલન કરવા લાગતા તરત જ છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. પાનવડ પોલીસ મથક ખાતે આ અંગે જાણ થતાં પી.આઈ વિનોદ ગાવિત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ જયેશભાઈ રાઠવા તથા અન્ય એક અજાણી વ્યક્તિ બંને રહેવાસી કનલવા વિરુદ્ધ મર્ડર નો ચાર્જ લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે.
- ઇશ્વરભાઇ ઉર્ફે ઇસ્લાભાઈ મહલીયાભાઇ રાઠવાની હત્યા! પાનવડ પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ
- પાનવડ નો હાટ લોહિયાળ બન્યો ભરચક હાટ બજાર વચ્ચે કનલવાના બે યુવાનોએ સીહાદાના વ્યક્તિનું ઢીમ ઢાળીદીધુ