Connect with us

Gujarat

“કોબ્રા કા રાજા” ઘોઘંબા ગણપતિદાદા નું સામૈયુ વિશાળ મૂર્તિના દર્શન કરવા ઘસારો

Published

on

ઘોઘંબામાં રંગેચંગે વિધ્નહર્તા ગણેશજીનું આગમન, કોબ્રાગ્રુપ દ્વારા મહાકાય પ્રતિમાની સ્થાપના

ઘોઘંબા તાલુકામાં ગણેશ ચતુર્થી ની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે જેમાં ઘોઘંબા નગરના જુના બસ સ્ટેન્ડ પાસે કોબ્રાગ્રુપ દ્વારા મોટો પંડાલ બાંધી તેમાં ગણપતિ દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. આજરોજ ગણેશજીની મોટા કદની પ્રતિમા લાવવામાં આવી હતી ઘોઘંબા હાઈસ્કૂલ થી જુના બસસ્ટેન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી કંજરી સ્ટેટના યુવરાજ અને યુવાનોના માર્ગદર્શક એવા મયૂરધ્વજસિંહ પરમાર, રાજગઢ PSI આરએસ રાઠોડ, સરપંચ નિલેશભાઈ વરિયા, ગુણવંતી ગોહિલ, ભીખાભાઈ, મિતલ પટેલ તથા સાગર ગોહિલે ગણપતિદાદાની આરતી કરી શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું

Advertisement

દાદા ની મૂર્તિ લોકદર્શન માટે ખુલ્લી મુકતા ગણપતિ બાપા મોરિયા ના નાદથી વાતાવરણ ગુંજી હતું. ડીજેના તાલે નાચતા યુવાનો અને ગ્રામજનોએ વાતાવરણ ભક્તિમય બનાવી લીધું હતું. વિશાળ કાઈ મૂર્તિના દર્શન કરવા હાલોલથી  મયૂરધ્વજ સિંહ પરમાર પધાર્યા હતા. વાજતે ગાજતે ગણપતિ દાદા ને જુના બસ સ્ટેન્ડ પાસે બિરાજમાન કરી દસ દિવસ સુધી આરતી, મહાપ્રસાદી, 56 ભોગ તેમજ છેલ્લા દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવશે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!