Editorial
કિંગ્સબરી, લંડન – યુ.કે.માં “શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી દશાબ્દી મહોત્સવ” નો રંગારંગ શુભારંભ

શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી, લંડન – યુ.કે.માં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી દશાબ્દી મહોત્સવ” નો રંગારંગ શુભારંભ …..
શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર એટલે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા. તેઓશ્રીના પુનિત પદાર્પણથી પાવન બનેલી લંડન, યુકેની દિવ્યધરા પર અનુગામી શ્રી વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજે ભવ્ય અને દિવ્ય અક્ષરધામ તુલ્ય વિશ્વનું સૌ પ્રથમ ઈકો ફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી મંદિરનું નિર્માણ કર્યું. તેને આજકાલ કરતાં ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી દશાબ્દી મહોત્સવ” નો ભવ્યતા અને દિવ્યતા સભર મંગલારંભ કરવામાં આવ્યો.
શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી, લંડન – યુ.કે.માં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દશાબ્દી મહોત્સવ” નો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો. આ મહોત્સવમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, મહાપૂજા, રાસોત્સવ, ભકિત સંગીત, નગરયાત્રા, ષોડશોપચારથી પૂજન – અર્ચન, પાટોત્સવ વિધિ, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન વગેરે વિવિધ ભક્તિ સભર આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાશે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પરમ સાનિધ્યે સંતો, દેશ વિદેશના હરિભક્તો અને શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક આનંદની અનુભૂતિથી “શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દશાબ્દી મહોત્સવ” મંગલારંભ કરાયો. આ પાવનકારી પ્રસંગે લંડન ફાયર બ્રિગેડમાંથી સિમોન હોર્ન, ટિમ વેલમેન, લંડન એમ્બ્યુલન્સ સર્વિસિસમાંથી માલ્કમ રિચી, સશસ્ત્ર દળોમાંથી મેજર રુદ્ર, રોયલ નેવીમાંથી વોરન્ટ ઓફિસર રિચી ગ્રે, આર્મ્ડ ફોર્સિસમાંથી મેજર મુનીશ ચૌહાણ તેમજ મેટ્રોપોલિટન પોલીસ સર્વિસમાંથી ઇન્સ્પેક્ટર હાથ અને ઇન્સ્પેક્ટર ઝહનગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં નાના ભૂલકાંથી માંડીને મોટી ઉંમરના દેશ વિદેશના ભાવિક હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.