Panchmahal
સીમલીયા ખાતે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કિશોરી મેળાનું આયોજન કરાયું

“સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ આજરોજ ૧૧મી ઓક્ટોબરે પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ,સીમલીયા ખાતે કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કિશોરી મેળાનું આયોજન કરાયું હતું.
આ મેળામાં વિવિધ વિભાગો દ્વારા કિશોરીઓને મહિલાલક્ષી કાયદા તથા કિશોરીઓને પગભર થવા,સલામતી,સુરક્ષા અને સશક્તિકરણ,પોષણ અને આરોગ્ય શિક્ષણ,ઘરેલુ હિંસા અને નિવારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.